Site icon Revoi.in

પદ્મ પુરસ્કારોની જાહેરાત, CDS બિપિન રાવત અને કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મ વિભૂષણ સન્માન

Social Share

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. પદ્મ પુરસ્કારની જાહેરાત અનુસાર, CDS બિપિન રાવત અને યુપી પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહને પણ મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદને પદ્મ ભૂષણથી સન્માનિત કરાશે તેમજ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. કલા ક્ષેત્રમાં રાધે શ્યામ ખેમકા, પ્રભા આત્રેને પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રદાન માટે ગુજરાતમાંથી સ્વામી સચ્ચિનાનંદને પદ્મ ભૂષણ એવોર્ડ અપાશે. ડૉ. લતા દેસાઇને મેડિસિનમાં પદ્મશ્રી એવોર્ડ, માલજી દેસાઇને જાહેર પબ્લિક અફેર્સમાં એવોર્ડ, ખલીલ ધનતેજવીને સાહિત્ય અને શિક્ષણમાં મણરોપરાંત પદ્મશ્રી એવોર્ડ, સવજી ધોળકીયાને સામાજીક કાર્ય ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ અને રમીલા બેન ગામિતને સામાજીક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. બીજી તરફ વિજ્ઞાન અને ઇજનેર ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે.