Site icon Revoi.in

કોરોના કાળ દરમિયાન પદ્મનાભ સ્વામી મંદિરની હાલત બગડી, દાનથી ખર્ચો પણ નીકળતો નથી: મંદિર પ્રશાસન સમિતિ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન કેરળના પદ્મનાભ મદિંરની પણ આર્થિક મુશ્કેલીઓ વધી છે. કેરળના શ્રી પદ્મનાભ સ્વામી મંદિરની વહીટવટી સમિતિએ ટ્રસ્ટની રચનાની અને ઓડિટની તરફેણમાં સુપ્રીમ કોર્ટને કહ્યું કે, મંદિર ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે અને ત્યાં આવતાં ચઢાવાની દાનની રમક મંદિરના ખર્ચને પહોંચી વળવા અપર્યાપ્ત છે.

ન્યાયમૂર્તિ યૂ.યૂ. લલિત, ન્યાયમૂર્તિ એસ. રવિન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીની બેંચ સમક્ષ સમિતિના પ્રવક્તા આર વસંતએ રજૂઆત કરી હતી કે કેરળના બધા મંદિર બંધ છે અને માસિક ખર્ચ 1.25 કરોડ રૂપિયા છે જ્યારે આવક તરીકે માત્ર 60-70 લાખ રૂપિયા જેમ તેમ કરીને મળે છે એટલે કે અમે કેટલાક ઉપાયો વિશે વિચાર કર્યો છે.

વસંતે બેંચ સમક્ષ કહ્યું હતું કે ન્યાયાલયના આદેશ પર એક ટ્રસ્ટની રચના કરી છે અને એને મંદિરમાં યોગદાન આપવું જોઈએ. ટ્રસ્ટના વરિષ્ઠ પ્રવક્તા અરવિંદ દાતારે તર્ક રજૂ કર્યો હતો કે આ રાજવી પરિવારના સભ્યો દ્વારા બનાવવામાં આવેલ આ સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટના સંગઠનમાં એમની કોઈ ભૂમિકા નથી અને તે આ અરજીમાં પક્ષકાર નથી. એમણે જણાવ્યું હતું કે આ મામલે એમણે માત્ર ટ્રસ્ટનો ઉલ્લેખ કર્યો છે.

આ ટ્રસ્ટની રચના મંદિરમાં પરિવાર સાથે સંકળાયેલી વિધિઓ તેમજ વિધિઓની દેખરેખ માટે કરવામાં આવી હતી અને વહીવટમાં તેની કોઇ ભૂમિકા નથી. એમીકસ ક્યુરીએ ટ્રસ્ટના ખાતાનું ઑડિટ કરાવવાની માગણી કર્યા બાદ જ સુપ્રીમ કોર્ટ સમક્ષ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર ટ્રસ્ટના 25 વર્ષનું ઓડિટ કરવા માટે ગયા વર્ષના આદેશમાંથી મુક્તિ માંગતી અરજી પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ કોર્ટે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

અગાઉ, સર્વોચ્ચ અદાલતે કેરળ હાઇકોર્ટના 2011 ના ચુકાદાને રદ્દ કરી દીધો હતો અને રાજ્ય સરકારને ઐતિહાસિક મંદિરનું સંચાલન કરવા અને સંપત્તિનો નિયંત્રણમાં લેવા ટ્રસ્ટની સ્થાપના કરવાનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.