Site icon Revoi.in

સંસદનું ચોમાસુ સત્રL સતત બીજા દિવસે પણ હોબાળાને કારણે કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ

Social Share

ચોમાસુ સત્રનો પ્રારંભ હોબાળો સાથે થયો હતો. મોંઘવારી, પેગાસસ પ્રોજેક્ટ, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં તેજી, કૃષિ કાયદા જેવા મુદ્દાઓ પર વિપક્ષે સરકારની ઘેરાબંધી કરી હતી અને પહેલા જ દિવસે સદનમાં કાર્યવાહી બે વાર સ્થગિત કરવાની નોબત આવી હતી. આજે પણ બીજા દિવસે પણ વિવિધ મુદ્દાઓ પર ફરીથી હંગામો થઇ રહ્યો છે.

લાઇવ અપડેટ્સ

સંસદમાં સતત બીજા દિવસે પણ હંગામો, લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ.

ભાજપનાં સાસંદોની બેઠક પૂર્ણ, પીએમ મોદીએ કહ્યું કે જાણી જોઈને વિપક્ષ નકારાત્મક માહોલ બનાવી રહ્યો છે.

ભાજપની સંસદીય દળની બેઠક જારી, વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત મંત્રી સાસંદો પણ હાજર  છે. મલ્લિકાર્જૂન ખડગેનાં જણાવ્યા પ્રમાણે સાંસદો પ્રેઝનટેશન આપવા માગે છે તો સેન્ટ્રલ હોલમાં આપી શકે છે. પહેલા ડિસ્કશન પછી પ્રેઝનટેશન. અગર તે ચર્ચા નથી ઈચ્છતા તો સાંસદ પ્રેઝનટેશન સેન્ટ્રલ હોલમાં આપી શકે છે.

પેગાસસ પર સરકારને ઘેરવા પર લાગ્યું વિપક્ષ, પ્રધાન અશ્વિની વૈષ્ણવ સંસદમાં આપશે નિવેદન.

કોંગ્રેસ સાંસદ મનિકમ ટૈગોરે લોકસભા સ્થગિતનો આપ્યો પ્રસ્તાવ. પેગાસસ પ્રોજેક્ટ પર મીડિયા રીપોર્ટ આવ્યા બાદ તેમણે આ પ્રસ્તાવ આપ્યો હતો.