Site icon Revoi.in

કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને શપથ ગ્રહણ કર્યા, PM મોદીએ શુભેચ્છા પાઠવી

Social Share

તિરુવનંતપુરમ: કેરળના મુખ્યપ્રધાન તરીકે પિનરાઇ વિજયને સતત બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે. એક સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરાવ્યા હતા. મુખ્યપ્રધાન વિજયનની કેબિનેટમાં 21 મંત્રીઓ રહેશે.

શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદીએ પિનરાઇ વિજયનને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, પિનરાઇ વિજયનને મુખ્યપ્રધાન પદના શપથ લેવા અને પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરવા માટે શુભેચ્છા.”

આપને જણાવી દઇએ કે કેરળ હાઇકોર્ટે કહ્યું હતું કે, સરકારના ફિઝીકલ શપથ ગ્રહણ સમારંભની મંજૂરી ત્યારે અપાશે જ્યારે કોરોના સંક્રમણને કારણે તેમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે.

LDF સરકારે શપથ ગ્રહણ સમારોહ પહેલા પિનરઈ વિજનય (Pinarayi Vijayan) અને મનોનીત મંત્રીઓએ 1940માં અહીં થયેલા મજૂર વર્ગના પુન્નાપરા-વાયલાર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયન સૌપ્રથમ વાયલારમાં સ્થિત એક સ્મારક પર ગયા હતા અને પાર્ટી કાર્યકર્તાઓના નારા વચ્ચે શહીદોને પુષ્પાજંલિ અર્પણ કરી હતી.