Site icon Revoi.in

ભારતીય આર્મીના તાલીમબદ્વ શ્વાન કોરોના છે કે નહીં તે ઓળખી બતાવે છે, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: શું તમે સાંભળ્યું છે કે તાલીમબદ્વ શ્વાન પણ કોરોના છે કે નહીં તે ઓળખી શકે છે. ચોંકી ગયા ને?, જી હા, પરંતુ આ હકીકત છે. ભારતીય સેનામાં જયા અને કેસ્પર નામના બે ડોગ્સ છે. જે કોરોનાના દર્દીઓના યૂરિન સેમ્પલ સુંઘીને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે ઓળખી બતાવે છે. કેસ્પર નામનો ડોગ પરસેવાના સેમ્પલથી કોરોના પોઝિટિવ સેમ્પલ ઓળખી દેખાડ્યું.

કોરોના વાયરસના ટેસ્ટ માટે ભારતીય સેનાએ આ બને શ્વાનને એ રીતે તાલીમ આપી છે કે તે યૂરિન તેમજ પરસેવાના સેમ્પલથી કોરોના સંક્રમણને ઓળખી શકે છે. બે ડોગ્સ પર આ ટ્રાયલ કરવામાં આવી હતી અને તે સફળ રહી હતી. પ્રથમ વખત ભારતમાં શ્વાનનો ઉપયોગ મેડિકલ ડિટેક્શન માટે થઇ રહ્યો છે. હવે આર્મી અન્ય શ્વાનને તાલીમ આપીને કોરોનાના દર્દીઓને ઓળખવા માટે શ્વાનને તૈયાર કરશે.

ઈન્ડિયન આર્મીએ લાઈવ ડેમોમાં દેખાડ્યું કે મિલિટ્રી ડૉગ્સે યૂરિન અને પરસેવાના સેમ્પલથી કોવિડ-19 ઈન્ફેક્શન ઓળખી બતાવ્યું. બ્રિટન, ફિનલેન્ડ, રશિયા, ફ્રાંસ, યુએઈ, જર્મની, લેબનાન સહિત ઘણાં દેશોએ ડૉગ્સને ટ્રેઈન કર્યા છે અને તે એરપોર્ટ, રેલવે સ્ટેશનમાં પેસેન્જર્સના સ્ક્રીનિંગ કરીને કોરોનાના દર્દીને ઓળખી બતાવે છે. ઘણાં દેશોમાં મેડિકલ ડિક્ટેશન માટે ડૉગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પ્રકારના તાલીમ પામેલા ડૉગ્સ કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓને ઓળખી શકે છે.

કોરોનાના દર્દીના યૂરિન અને પરસેવાના સેમ્પલમાંથી નીકળેલા બાયોમાર્કર્સ ઓળખવા માટે આર્મી ડૉગ્સને તાલીમ આપવામાં આવી છે. 279 યૂરિન સેમ્પલ અને 267 પરસેવાના સેમ્પલથી આ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો. અત્યારે આ ડૉગ્સને ચંદીગઢ પરિવહન કેમ્પમાં રાખવામાં આવ્યા છે કે જ્યાં આવતા સૈનિકોનું સ્ક્રીનિંગ થાય છે. આ ડૉગ્સે અત્યાર સુધીમાં 3000 કરતા વધારે સેમ્પલનું સ્ક્રીનિંગ કર્યું છે. અત્યાર સુધીમાં ડૉગ્સના આ સ્ક્રીનિંગથી 18 સેમ્પલ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાયલની સફળતા પછી કોરોના વાયરસના ડિટેક્શન માટે વધુ 8 ડૉગ્સને તાલીમ આપવામાં આવશે.

(સંકેત)