- મોદી કેબિનેટમાં ખાસ કરીને યુવાન ચહેરાઓને વધુ મહત્વ અપાયું
- અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં યુવા કેન્દ્રીય મંત્રીઓને સ્થાન અપાયું
- ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવા નેતાઓએ સમિતિણાં સ્થાન અપાયું
નવી દિલ્હી: મોદી કેબિનેટનું તાજેતરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમાં અનેક યુવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ યુવા કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્ર સરકારની અનેક મહત્વપૂર્ણ સમિતિઓમાં સ્થાન અપાયું છે. ખાસ કરીને ભુપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્વાનંદ સોનોવાલને કેન્દ્રની મહત્વપૂર્ણ 8 સમિતિઓમાં સ્થાન અપાયું છે. પર્યાવરણ અને શ્રમ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને સરકારની સૌથી અગત્યની સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિ એટલે કે રાજકીય બાબતોની સમિતિમાં સ્થાન મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા, ગ્રામ વિકાસ મંત્રી ગિરિરાજસિંહનો સમાવેશ કરાયો છે. આ સમિતામાં અગાઉ ભૂપેન્દ્ર યાદવ તેમજ સર્વાનંદ સોનોવાલ સમક્ષ તેમના વિભાગના પ્રધાનને CCPAનો ભાગ રાખવામાં આવ્યા ન હતા. તે ઉપરાંત મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીને સીસીપીએમાં સામેલ કરાયા છે.
તમામ 8 સમિતિઓમાં વડા પ્રધાન મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહને પહેલાની જેમ શામેલ કરવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને 6 સમિતિઓમાં રાખવામાં આવ્યા છે. રાજનાથ સિંહને માત્ર બે સમિતિનો ભાગ બનાવવામાં આવ્યો નથી.
રાજનાથ સિંઘની નિમણૂક અંગેની કેબિનેટ સમિતિ અને આવાસ માટેની કેબિનેટ સમિતિ સિવાયની તમામ સમિતિઓમાં છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણને 7 સમિતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમને માત્ર નિમણૂંક અંગેની કેબિનેટ સમિતિમાં રાખવામાં આવ્યા નથી.