Site icon Revoi.in

ખેડૂતો માટે સરકારે હવે જાહેર કરી એપ, ખેડૂતોને થશે આ ફાયદો

Social Share

નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઇને એક મોટા અપડેટ છે. સરકારે આ યોજના માટે હવે એક વિશેષ એપ્લિકેશન બનાવી છે. આ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન મારફતે ખેડૂત તેમની ઑનલાઇન સ્થિતિ ચકાસી શકે છે. આ માટે, ખેડૂતોએ પીએમ કિસના મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

પોતાની સ્થિતિ એપ મારફતે ચકાસવા માટે ખેડૂતોએ પોતાના સ્માર્ટફોનમાં મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને વધુ માહિતી માટે, ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરી શકશે.

આપને જણાવી દઇએ કે, 14મે રોજ સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું હતું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના 9.5 કરોડથી વધુ ખેડૂતોને 20,000 કરોડ રૂપિયાથી વધુનો આઠમો હપ્તો બહાર પાડ્યો છે.

ડિજીટલ ઇન્ડિયાએ થોડા સમય પહેલા ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, પીએમ કિસાન યોજના હેઠળના તમામ ખેડૂત લાભાર્થીઓ હવે પીએમ-કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા તેમની સ્થિતિ ડિજીટલ રીતે ચકાસી શકે છે. આ યોજનાએ તેનો 8મો હપ્તો બહાર પાડ્યો છે.

શું છે આ યોજના

આ યોજના અંતર્ગ દેશના ખેડૂતોને 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય પ્રદાન કરવામાં આવે છે. આ યોજનાને કારણે ખેડુતોને 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં સરકાર તરફથી આર્થિક સહાય મળે છે. યોજના અંતર્ગત 2000 રૂપિયાનો પહેલી હપ્તા 1 લી એપ્રિલથી 31 જુલાઇ, બીજો હપ્તો 1 લી ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરમાં ઉપલબ્ધ છે.