Site icon Revoi.in

PM મોદીની મન કી બાતનો 79મો એપિસોડ, કહ્યું – ટોક્યો ઓલિમ્પિક્સમાં તિરંગો જોઇને રોમાંચ અનુભવાય છે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ મની કી બાતના 79માં એપિસોડમાં કારગીલનાં શહીદોને યાદ કર્યા હતા. તે ઉપરાંત તેમણે હાલમાં ચાલી રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતીય ટીમના ખેલાડીઓનો જોશ અને જુસ્સો વધારવા માટે પણ અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, હવે ભારત જોડો આંદોલન ચલાવવાની જરૂર છે. યુવાનો મનની વાતને દિશા આપી રહ્યા છે.

ટોક્યોમાં હાલમાં ચાલી રહેલા ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા એથ્લેટ્સે દેશનું નામ રોશન કર્યું હોવાનું તેમણે જણાવ્યું અને કહ્યું કે ટોક્યોમાં તિરંગો જોઇને દેશ અલગ રોમાંચ અનુભવી રહ્યો છે. આ ખેલાડીઓએ પોતાના સ્થાન પર પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે અને નાગરિકોને એથ્લેટ્સ પર દબાણ કરવાને બદલે તેને પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે.

મન કી બાતે વર્ષ 2014માં શરૂ થયા બાદ 30.80 કરોડ રૂપિયાની આવક મેળવી છે, જે વર્ષ 2017-18 બાદથી રૂ. 10.64 કરોડથી વધારે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે 19 જુલાઇએ રાજ્યસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, પ્રસાર ભારતીએ અત્યારસુધીમાં તેના ઑલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મન કી બાત કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત કર્યા છે.

ઠાકુરે જણાવ્યું હતું કે બ્રોડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ના ડેટા મુજબ, 2018 થી 2020 દરમિયાન રેડિયો કાર્યક્રમોના કુલ દર્શકોની સંખ્યા આશરે 6 કરોડથી 14.35 કરોડ જેટલી હોવાનો અંદાજ છે.

નોંધનીય છે કે, વર્ષ 2014 થી આજ સુધી આ કાર્યક્રમના 78 એપિસોડ પ્રસારિત થયા છે. ‘મન કી બાત’માં પીએમ મોદી લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર બોલે છે અને કેટલાક પસંદ કરેલા લોકો સાથે વાત કરે છે.