Site icon Revoi.in

પશ્વિમ બંગાળમાં સતત ત્રીજી વાર બનશે મમતા બેનર્જીની સરકાર, PM મોદીએ મમતા બેનર્જીને જીત બદલ પાઠવી શુભેચ્છા

Social Share

કોલકાતા: પશ્વિમ બંગાળમાં ભાજપનો ફિયાસ્કો થયો છે. પશ્વિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ત્રીજી વાર સત્તાની કમાન સંભાળવા જઇ રહી છે. ચૂંટણી પંચના રૂજાનો-પરિણામો અનુસાર TMC 200થી વધુ બેઠકો પર આગળ છે. જ્યારે BJP હજુ 100ની અંદર એટલે કે 76 બેઠકો પર જ આગળ છે. તેનાથી સ્પષ્ટપણે TMCની જીતના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે.

બંગાળમાં TMCની પ્રચંડ જીત પર પીએમ મોદીએ મમતા બેનર્જીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, “પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની જીત માટે મમતા દીદીને અભિનંદન. કેન્દ્ર સરકાર લોકોની આંકાક્ષાઓ પૂરી કરવા તેમજ કોવિડ-19 મહામારીને નિયંત્રિત કરવા માટે પશ્વિમ બંગાળ સરકારને દરેક સંભવિત સમર્થન આપવાનું જારી રાખશે.

બીજેપીના પશ્વિમ બંગાળ વિભાગના અધ્યક્ષ દિલીપ ઘોષ એ TMCની જીત પર કહ્યું કે, અમે વિનમ્રતાપૂર્વક જનાદેશનો સ્વીકાર કરીએ છીએ અને અમે સકારાત્મક વિપક્ષની ભૂમિકા અદા કરીશું.

ભાજપના મહાસચિવ અને પશ્વિમ બંગાળમાં પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પ્રદેશમાં ટીએમસીની જીત પર મુખ્યમંત્રી મમતા બેનર્જીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મમતાજી જીતની શુભેચ્છા! અમે જનતાના ફેંસલાને સ્વિકાર કરીએ છીએ અને વાયદો કરીએ છીએ કે વિધાનસભામાં વિપક્ષની રચનાત્મક ભૂમિકા ભજવશે. પરંતુ તમે તમારા કાર્યકર્તાઓને અનુશાસનમાં રહેવાનો નિર્દેશ આપો. જેથી જીતની ખુશીમાં અમારા કાર્યાલયોને નુકસાન ન પહોંચાડે.

વાંચો ચૂંટણીની લાઇવ અપડેટ્સ

– મમતા બેનર્જી 2700 મતથી આગળ
– નંદીગ્રામ બેઠક પર ફરીથી ઉલટફેર, મમતા બેનર્જી પહેલીવાર શુવેન્દુ અધિકારી કરતા આગળ નીકળ્યા.
– બાબુલ સુપ્રીયો 25000 મતોથી પાછળ, ટોલીગંજ બેઠક પર લડી હતી ચૂંટણી
– આ બાજુ લેટેસ્ટ સ્થિતિની વાત કરીએ તો 292 બેઠકોના ટ્રેન્ડ સામે આવી ગયા છે. જેમાં ટીએમસી 205 બેઠક પર આગળ છે જ્યારે ભાજપ+ 84 બેઠક પર આગળ છે. કોંગ્રેસ+ 1 અને અન્ય 2 પર આગળ છે.
– ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ચૂંટણી પરિણામ પર કહ્યું કે અત્યારે કઈ પણ કહેવું જલદી કહેવાશે કારણ કે અનેક રાઉન્ડ બાકી છે. સાંજે જ સ્થિતિ ક્લિયર થશે. અમે 3 બેઠકથી શરૂ કર્યું હતું અને અમને એવું કહેવાયું હતું કે તમે 100 સીટ પણ નહીં મેળવી શકો. અમે તે માર્ક ક્રોસ કરી લીધો છે. અમે મેજિક નંબર પણ ક્રોસ કરીશું.

– બંગાળની સૌથી રસપ્રદ સીટ નંદીગ્રામ પર બીજેપી ઉમેદવાર સુવેન્દુ અધિકારી મમતા બેનર્જીથી આગળ ચાલી રહ્યા છે

– ટ્રેન્ડમાં ટીએમસીને મળ્યો બહુમત, 272 બેઠકના ટ્રેન્ડ સામે આવ્યાં જેમાં 152  બેઠક પર ટીએમસી આગળ જ્યારે ભાજપ+ 116 બેઠક પર આગળ. પશ્ચિમ બંગાળમાં બહુમત માટે 147 બેઠકની જરૂર છે.
– 263 બેઠકના ટ્રેન્ડ આવ્યા, ટીએમસી 142 બેઠક અને ભાજપ+ 116 બેઠક પર જ્યારે કોંગ્રેસ+ 5 બેઠક પર આગળ
– મોટો ઉલટફેર ભાજપના બાબુલ સુપ્રીયો ટોલીગંજ બેઠક પર પાછળ
– 244 બેઠકોના ટ્રેન્ડમાં 129 પર ટીએમસી અને 109 પર ભાજપ+ અને 6 પર અન્ય આગળ
– નંદીગ્રામ બેઠક પર શુવેન્દુ અધિકારી વધુ લીડ સાથે આગળ, મમતા બેનર્જી 8000 મતોથી પાછળ
– હાલ ટીએમસી 106 અને ભાજપ + 100 બેઠકો પર અને કોંગ્રેસ+ 6 બેઠક પર આગળ
– મમતા બેનર્જી 1400 મતોથી પાછળ, ભાજપના શુવેન્દુ અધિકારી છે નંદીગ્રામના ચૂંટણી મેદાનમાં
– કાંટાની ટક્કર, ભાજપ+ 88 બેઠકો પર આગળ, જયારે ટીએમસી 91 અને કોંગ્રેસ+ 3 બેઠક પર આગળ
– 145 બેઠકના ટ્રન્ડ આવ્યા, ટીએમસી 77 અને ભાજપ+ 65 પર જ્યારે કોંગ્રેસ+ 3 બેઠકો પર આગળ
– જે બેઠક પર બધાની નજર છે તે નંદીગ્રામ પર હાલ મમતા બેનર્જી આગળ છે. અહીં ભાજપના શુવેન્દુ અધિકારી મેદાનમાં છે.
– કાંટાની ટક્કરમાં હાલ 76 બેઠકોના ટ્રેન્ડ સામે આવ્યા છે. ટીએમસી+ 40 અને ભાજપ + 35 પર આગળ છે.
– અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટીએમસી આગળ જોવા મળી રહી છે.
– અન્ય 4 બેઠકોના ટ્રેન્ડમાં ટીએમસી આગળ
– પ.બંગાળમાં સૌથી પહેલા સીટના ટ્રેન્ડમાં ભાજપ આગળ

સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઇ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઇ રહી છે.

નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 8 તબક્કામાં મતદાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થયું. પહેલા અને બીજા તબક્કામાં 30-30 સીટો, ત્રીજા તબક્કામાં 31 બેઠકો, ચોથા તબક્કામાં 44 બેઠકો, પાંચમા તબક્કામાં 45 બેઠકો, છઠ્ઠા તબક્કામાં 43 બેઠકો, સાતમા તબક્કામાં 36 બેઠકો અને આઠમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન કરાવવામાં આવ્યું હતું. હવે આજે પરિણામનો દિવસ છે.

(સંકેત)