Site icon Revoi.in

નવી કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં લેવાયો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: મોદી કેબિનેટના વિસ્તરણના એક જ દિવસ બાદ પીએમ મોદીએ નવા મંત્રીમંડળની સાથે તાબડતોબ બેઠકો યોજી છે. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કિસાનોને APMC દ્વારા 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે.

ગત વર્ષે એગ્રીકલ્ચર ફંડની રચના કરવામાં આવી હતી. આ ફંડમાં નાણાકીય યોગદાનની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના સામે લડત માટે 23123 કરોડ રૂપિયાના ઇમરજન્સી પેકેજને કેબિનેટે મંજૂરી આપી છે.

બીજી તરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, નાળિયેર સેક્ટરમાં સંશોધન કરવામાં આવશે. વિશ્વ સ્તરે નાળિયેરના વ્યાપારને પ્રોત્સાહિત કરવા માટે ભાર અપાશે. આ સાથે નાળિયેર બોર્ડમાં CEOની નિમણૂક કરવામાં આવશે. APMC માર્કેટને મજબૂત કરવામાં આવશે. કૃષિ બજારોને વધુ સંસાધન આપવામાં આવશે.

મોદી સરકાર સતત ખેડૂતના હિતાર્થે પગલા ભરતી આવી છે. હું આંદોલન કરતા કિસાનોને કહેવા માંગું છું કે વારંવાર કહેવામાં આવે છે કે નવા કૃષિ કાયદામાં APMC ખતમ થશે, પરંતુ બજેટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે APMC ખતમ નહીં પરંતુ મજબૂત બનશે. આજે નિર્ણય લેવાયો છે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ APMC પણ કરી શકશે.

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પત્રકાર પરિષદ દરમિયાન હેલ્થ ઇમરજન્સી માટે 23 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 8 હજાર કરોડ રાજ્ય સરકારોને આપીશું. દેશમાં 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે.