Site icon Revoi.in

જમ્મૂ ડ્રોન હુમલો: પીએમ મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક, રક્ષા ક્ષેત્રમાં ભાવિ પડકારોને લઇને થઇ ચર્ચા

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રક્ષા ક્ષેત્રે રહેલા ભાવિ પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર, તેઓએ સુરક્ષા દળોમાં આધુનિક ઉપકરણો પ્રદાન કરવા, આ ક્ષેત્રમાં વધુ યુવાવર્ગ, સ્ટાર્ટ-અપ તેમજ રણનીતિક સમુદાયને જોડવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આપને જણાવી દઇએ કે ગત શનિવારની રાતે જમ્મૂ કાશ્મીરના એરફોર્સના એરબેઝ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાનના આતંકી સંગઠનો દ્વારા દેશના કોઇ મહત્વના સ્થાન પર કરવામાં આવેલો આ પહેલો ડ્રોન હુમલો છે. પહેલો વિસ્ફોટ શનિવારે રાત્રે 1.40 વાગ્યાની આસપાસ અને ત્યારબાદ 6 મિનિટ બાદ બીજો વિસ્ફોટ થયો હતો.

નોંધનીય છે કે, પહેલા વિસ્ફોટમાં સતવારી વિસ્તારમાં ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એરબેઝના તકનિકી ક્ષેત્રમાં એક માલની ઇમારતની છતને નુકસાન પહોંચ્યું હતું જ્યારે બીજા વિસ્ફોટમાં ખાલી જમીન પર થયો હતો. જણાવી દઇએ કે, મંગળવારે આ ડ્રોન હુમલાની તપાસ નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે.