Site icon Revoi.in

ઉત્તરપ્રદેશને સોગાત, પીએમ મોદીએ કહ્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન

Social Share

નવી દિલ્હી: આજે ઉત્તરપ્રદેશને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજે સુલાતનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્વાટન કર્યું છે. લખનૌથી ગાઝીપુરને જોડતો લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે ઉત્તરપ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે સાબિત થશે. 22,500 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન સીએમ યોગીએ કહ્યું હતું કે, એક્સપ્રેસ વે પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે.

ઉદ્વાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ યુપીના વિકાસનો એક્સપ્રેસ- વે છે.  જે ધરતી પર હનુમાનજીએ કાલનેમિનો વધ કર્યો, તે ધરતીના લોકોને હું પગે લાગુ છું. અહીંની માટીમાં આઝાદીની લડતની ખુશ્બુ આવે છે. આ પાવન ધરતીને આજે પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ મળી રહી છે. જેનો તમે ઘણા દિવસથી ઈન્તેજાર કરી રહ્યા હતા. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે સમગ્ર દુનિયામાં જેને પણ યુપીના સામર્થ્ય પર, યુપીના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તો તેઓ આજે અહીં આવીને યુપીનું સામર્થ્ય જોઈ શકે છે. તમને બધાને ખુબ ખુબ શુભેચ્છા.

પીએમ મોદીએ ઉમેર્યું કે ત્રણ ચાર વર્ષ પહેલા અહીં ફક્ત જમીન હતી. હવે ત્યાંથી આટલો આધુનિક એક્સપ્રેસ વે પસાર થઈ રહ્યો છે. જ્યારે ત્રણ ચાર વર્ષ પહેલા મે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો ત્યારે વિચાર્યું નહતું કે એક દિવસ એ જ એક્સપ્રેસ વે પર વિમાનથી હું પોતે ઉતરીશ. આ એક્સપ્રેસ વે યુપીમાં આધુનિક થઈ રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ વે ટ્રાફિક ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. ગંગા એક્સપ્રેસ વેનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, આજથી 3 વર્ષ પહેલા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરવાનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો.