Site icon Revoi.in

પીએમ મોદીએ100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત કરી, લાખો લોકોને મળશે રોજગારી

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર ભારત 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો અને દેશને સંબોધિત કર્યો હતો. આ અવસર પર પીએમ મોદીએ 100 લાખ કરોડની યોજનાની જાહેરાત કરી છે.

પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવના 75માં સપ્તાહમાં, 75 વંદે માતરમ ટ્રેનો દેશના દરેક ખુણાને જોડશે. દેશમાં નવી ગતિથી એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે. ઉડાન યોજનાએ લોકોના સપનાને ઉડાન આપી છે. દેશમાં ટૂંક સમયમાં ગતિશક્તિ યોજનાની શરૂઆત કરવામાં આવશે. આ 100 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજના હશે જે લાખો યુવાઓ માટે રોજગારની તકો લાવશે.

પ્રગતિનો પાયો આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉભો થશે. જલ, થલ અને આકાશમાં અસાધારણ ગતિથી કામ કરી દેખાડવામાં આવ્યું છે. ભારતીય રેલવે ઝડપથી આધુનિક અવતારમાં ઢળી શકે છે. રેલવેને વધુ ગતિ આપવા માટે અમૃત મહોત્સવના 75માં સપ્તાહમાં 75 વંદે ભારત ટ્રેન સંચાલિત કરાશે.

તેમણે કહ્યું- જે ગતિથી નવા એરપોર્ટનું નિર્માણ થઈ રહ્યું છે. તે અભૂતપૂર્વ છે. સારી કનેક્ટિવિટી લોકોના સપનાને નવી ઉડાન આપી રહી છે. આવનારા થોડા દિવસમાં પ્રધાનમંત્રી ગતિ શક્તિનો માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવશે. આ 100 લાખ કરોડ રૂપિયાની યોજના હશે જે લાખો યુવાઓ માટે રોજગાર લાવવામાં આવશે. આ સમગ્ર પાયાના આંતરમાળખાના વિકાસનો પાયો રાખશે.

પીએમ મોદીએ કહ્યું કે તેનાથી સામાન્ય જનતા માટે યાત્રા સમયમાં કમી આવશે અને ઉદ્યોગોની ગતિ પણ વધશે. અમારા લોકલ મેન્યુફેક્ચરરને ગ્લોબલ સ્તર પર સ્પર્ધા વધારશે.