Site icon Revoi.in

100 વર્ષની સૌથી મોટી મહામારીમાં હિમાચલ ચેમ્પિયન બનીને આવ્યું છે: PM મોદી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ તેમજ કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કોવિડ રસીકરણ કાર્યક્રમની સફળતા અંગે વાત કરી હતી.

પીએમ મોદીએ રસીકરણ કાર્યક્રમને બિરદાવતા કહ્યું હતું કે, સમગ્ર ટીમે ખૂબ સારું કામ કર્યું છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. 100 વર્ષની સૌથી મોટી મહામારીમાં હિમાચલ ચેમ્પિયન બનીને સામે આવ્યું છે. સમગ્ર યોગ્યતા ધરાવતા લોકોને વસ્તીનો પહેલો ડોઝ તેમજ એક તૃત્યાંશને બીજો ડોઝ અપાયો છે. ભારત આજે એક દિવસમાં સવા કરોડ ડોઝ આપીને રેકોર્ડ બનાવી રહ્યું છે.

હિમાચલ પ્રદેશે આજે એક પ્રધાનસેવકથી વિશેષ એક પરિવારના સભ્યના નાતે પણ મને ગર્વનો અવસર આપ્યો છે. મે નાની નાની સુવિધાઓ માટે હિમાચના સંઘર્ષ કરતા જોયું છે અને આજે વિકાસની ગાથા લખી રહેલા હિમાચલને જોઇ રહ્યો છું. આ બધુ દેવી દેવતાઓના આશીર્વાદથી હિમાલચ સરકારની કર્મકુશળતા તેમજ હિમાચલના લોકોની જાગૃતતાથી શક્ય થયું છે.

રસીકરણના ડોઝ વિશે પીએમ મોદીએ કહ્યું કે, આજે એક દિવસમાં જેટલા ડોઝ લાગી રહ્યા છે તે તો અનેક દેશોની આખી વસ્તી કરતા પણ વધુ છે. ભારતના રસીકરણ અભિયાનની સફળતા, પ્રત્યેક ભારતવાસીના પરિશ્રમ તેમજ પરાક્રમની પરાકાષ્ઠાનું પરિણામ છે. મને ખુશી છે કે લાહોલ સ્પીતિ જેવા દુર્ગમ જીલ્લામાં પણ હિમાચલ પ્રદેશ 100 ટકા ડોઝ આપવામાં અગ્રણી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે હિમાચલવાસીઓએ કોઈ પણ પ્રકારની અફવાને, કોઈ પણ દુષ્પ્રચારને ટકવા દીધો નહીં. હિમાચલ એ વાતનું પ્રમાણ છે કે દેશનો ગ્રામીણ સમાજ કઈ રીતે દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનને સશક્ત કરી રહ્યો છે.