Site icon Revoi.in

PM મોદીએ ‘મહાઅભિયાન’ની કરી શરૂઆત, 1 લાખથી વધુ ફ્રંટલાઇન વર્કર્સ લાભાન્વિત થશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઇન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઇન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, સાવધાનીની સાથે આવનારા પડકારો સામે ઉભા રહેવા માટે આપણે દેશની તૈયારીઓને વધારે મજબૂત કરવી પડશે.

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે દેશમાં લગભગ 1 લાખ ફ્રંટ લાઇન કોરોન વોરિયર્સ તૈયાર કરવાનું મહાભિયાન શરૂ થઇ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે આ વાયરસનો વારંવાર બદલાતું સ્વરૂપ કોઇપણ પ્રકારના પડકાર આપણી સામે લાવી શકે છે. આ વાયરસ હજુ ગયો નથી અને આગળ તે મ્યૂટેડ થવાની પણ શક્યતા રહેલી છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતું કે, કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિના રૂપમાં આપણને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે સતર્ક કર્યા છે. કોરોના સામે લડી રહેલી હાલની ફોર્સને સહયોગ આપવા માટે દેશમાં લગભગ 1 લાખ યુવાનોને તાલિમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.