Site icon Revoi.in

શહાદત દિવસ: PM મોદી, ગૃહ મંત્રી અમિત શાહે ભગતસિંહ-સુખદેવ-રાજગુરુને કર્યાં વંદન, શહીદોને શ્રદ્વાંજલિ અર્પણ કરી

Social Share

નવી દિલ્હી: ઇતિહાસમાં આજના દિવસે એટલે કે વર્ષ 1931માં અંગ્રેજ હકુમતે ભગત સિંહ, સુખદેવ તેમજ રાજગુરુને ફાંસી આપી હતી. ભારત માટે શહાદત પામનાર આ ત્રણ વીર સપૂતને યાદ કરીને 23 માર્ચના રોજ શહાદત દિવસ મનાવવામાં આવે છે. આજે શહાદત દિવસના રોજ પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ શહીદોને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

પીએમ મોદીએ શ્રદ્વાજંલિ અર્પણ કરતા લખ્યું હતું કે, આઝાદીની ક્રાંતિદૂત અમર શહીદ વીર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિને શત-શત નમન. મા ભારતીના આ મહાન સપૂતોનું બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. જય હિંદ!

PM મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, સ્વતંત્રતાના ઈતિહાસમાં શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂની વીરતા અને યોગદાનને શબ્દોમાં વર્ણિત કરવા સંભવ નથી. દેશને ગુલામીની બેડીઓમાંથી મુક્ત કરવાની તેમની તડપ અને બલિદાનને યાદ કરીને આજે પણ તમામ ભારતવાસીની આંખો ભીની થઈ જાય છે, આવા વીર બલિદાનીઓના ચરણમાં કોટિશઃ નમન.

તે ઉપરાંત ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ આ અવસર પર ટ્વીટ કરીને તેમણે લખ્યું હતું કે, ભારત માતાના વીર સપૂત, મહાન ક્રાંતિકારી શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવની શહીદીના દિવસ પર તેમે કોટિ-કોટિ વંદન. મા ભારતીના આ સપૂતોની શહીદીએ કરોડો યુવાનોને સ્વાધીનતા આંદોલન માટે પ્રેરિત કર્યા. તેમનું સર્વોચ્ચ બલિદાન ભારતીય ઇતિહાસમાં સદૈવ અમર રહેશે.

ઉલ્લેખનીય છે કે, આઝાદીની લડાઈ વખતે જ્યારે ભગત સિંહ અને તેમના સાથીદારોએ ‘પબ્લિક સેફ્ટી એન્ડ ટ્રેડ ડિસ્ટ્રીબ્યુટ બિલ’ના વિરોધમાં અસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપસર તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી અને ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવી હતી.

(સંકેત)