Site icon Revoi.in

MPનું સફળ કોરોના નિયંત્રણ મૉડલ, PM મોદીએ પણ કરી સરાહના, મૉડલની કોપી મંગાવી

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે ત્યારે દેશના અનેક રાજ્યોએ કોરોનાને નિંયત્રિત કરવા માટે અલગ અલગ પગલાં લીધા છે. તેમાં મધ્યપ્રદેશના કોરોના નિયંત્રણ મૉડલની પ્રશંસા થઇ રહી છે. ખુદ પીએમ મોદીએ પણ આ મોડલની સરાહના કરી છે. તે ઉપરાંત, વડાપ્રધાન કાર્યાલયે મધ્યપ્રદેશ કોરોના નિયંત્રણ મોડલની વિગતો મંગાવી છે. હવે એમપી સરકાર તરફથી આ મૉડલની એક કોપી વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે.

મધ્યપ્રદેશના કોરોના નિયંત્રણ મૉડલને કારણે ત્યાં કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશમાં પોઝિટિવિટી રેટ 12.7 ટકા, ગ્રોથ રેટ 1.5 ટકા છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 8,419 નવા કે, જ્યારે 10,157 લોકો સ્વસ્થ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 8 હજાર 716 થઇ છે.

સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યપ્રધાન શિવરાજસિંહે નિવાડી અને શ્યોપુર જીલ્લામાં ટેસ્ટિંગ વધારવા માટે આદેશ કર્યો છે.

કોર ગ્રુપની બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યુ કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભાવના છે. આથી દરેક જિલ્લામાં બહાર પહેલા ઘઉંની સુરક્ષા અને અસ્થાયી રીતે ઊભા કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરની સુરક્ષા કરવી જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં નજીવો વધારો થયો છે. ગુરુવારે દેશમાં કોરોનાના 3 લાખ 43 હજાર 144 નવા દર્દી નોંધાયા હતા. આ દરમિયાન 3 લાખ 44 હજાર 776 દર્દી સાજા થયા હતા