Site icon Revoi.in

PM મોદી કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરશે, આ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે

Social Share

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. અસમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે બેઠક આવતીકાલે સવારે 11 કલાકે યોજાશે.

ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં કોવિડ-19ના 254 કેસ સામે આવ્યા છે અને એકનું મોત થયું છે. અસમમાં કોરોનાના 1579 કેસની પુષ્ટિ થઇ હતી અને 16 લોકોના નિધન થયા હતા. નાગાલેન્ડમાં રવિવારે 78 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 25976 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 507 દર્દીઓના મોત નિપજ્યા છે.

સિક્કિમમાં રવિવારે કોરોના સંક્રમણના 144 કેસ સામે આવ્યા અને બે લોકોના નિધન થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 22307 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 315 લોકોના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 37,154 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 3,08,74,376 પર પહોંચી ગઈ છે. એક દિવસમાં 39,649 લોકો રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 3,00,14,713 થઈ છે.

કોરોનાએ 24 કલાકમાં દેશભરમાંથી 724 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોની થયેલા મોતનો કુલ આંકડો હવે 4,08,764 પર પહોંચી ગયો છે.

હાલ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં રસીના કુલ 12,35,287 ડોઝ અપાયા છે. આ સાથે અત્યાર સુધીમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા 37,73,52,501 પર પહોંચી છે.