લાંબા સમય બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસે, અમેરિકામાં અનેક ઉચ્ચ સ્તરીય બેઠકોમાં થશે સામેલ
- લાંબા સમય બાદ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે
- ત્યાં તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
- તે ઉપરાંત એપલના CEO સાથે પણ મુલાકાતની શક્યતા
નવી દિલ્હી: પીએમ મોદી અમેરિકાના પ્રવાસે જઇ રહ્યા છે. અમેરિકામાં તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત લેવાના છે. તે ઉપરાંત તેઓ એપલના CEOને પણ મળવાનું પ્લાનિંગ કરી રહ્યા છે જેની ચર્ચાએ જોર પકડ્યું છે.
પીએમ મોદી આ સપ્તાહે અમેરિકાના પ્રવાસ દરમિયાન એક મેરાથન કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી જ્યારે અમેરિકા જશે ત્યારે ત્યાં એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થશે. 22 સપ્ટેમ્બરે તેઓ અમેરિકાના વોશિંગ્ટનમાં પહોંચશે જ્યાં તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મુલાકાત લેવાના છે.
આ ઉપરાંત પીએમ મોદી એપલના સીઇઓ સાથે પણ મુલાકાત લેવાના છે. અધિકારીઓ અનુસાર હજુ સંપૂર્ણ કાર્યક્રમની રૂપરેખા પર તૈયારી થઇ રહી છે. જો કે ખાસ કરીને પીએમ મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રથમ વખત કમલા હેરિસ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. જો કે આ મુલાકાતને લઇને હજુ કોઇપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે અગાઉ પણ બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઇ ચૂકી છે.
નોંધનીય છે કે, 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી વોશિંગ્ટન ઇન-પર્સન ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેવાના છે. જે કાર્યક્રમમાં તેમના ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને અહીંયા નવાઇ એ લાગશે કે આ જ સમયમાં બ્રિટનના પીએમ પણ અમેરિકાના પ્રવાસે છે.