- પીએમ મોદીએ શનિવારે ઇન્ડિયા ટોય ફેર 2021નું વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું
- આ કાર્યક્રમ દેશની વર્ષો જૂની ખેલ-ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત બનાવવાની કડી: PM
- રમકડાંમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે PMની નિર્માતાઓને અપીલ
નવી દિલ્હી: પીએમ મોદીએ શનિવારે ઇન્ડિયા ટોય ફેર 2021નું વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રથમ ટોય ફેર એ ફક્ત વેપારી કે આર્થિક કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ દેશની વર્ષો જૂની ખેલ અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત બનાવવાની કડી છે. સિંધુ ઘાટી સંસ્કૃતિ, મોહેં-જો-દડો અને હડપ્પાના દોરના રમકડાં પર આખા વિશ્વએ સંશોધન કર્યું છે.
પીએમ મોદીએ વધુમાં ઉમેર્યુ હતું કે, પ્રાચીન કાળમાં જ્યારે પ્રવાસીઓ ભારત આવતા હતા ત્યારે ભારતની રમતોને શીખતા હતા અને સાથે લઇને જતા હતા. આજે ચેસ જે આખી દુનિયામાં પ્રસિદ્વ છે તે ભારતમાં ચતુરંગ કે ચાદુરંગાના સ્વરૂપમાં રમવામાં આવતી હતી. આધુનિક લૂડો ત્યારે પચ્ચીસી તરીકે રમવામાં આવતી હતી.
પીએમ મોદીએ કહ્યુ કે ફરીથી ઉપયોગ કરવો અને રિસાઇકલિંગ કરવું જે રીતે ભારતીય જીવનશૈલીનો એક હિસ્સો છે, આ વાત આપણા રમકડાંમાં પણ જોવા મળે છે. મોટાભાગના રમકડાં પ્રાકૃતિક અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી વસ્તુઓમાંથી બને છે. તેમાં ઉપયોગમાં લેવાતા રંગો પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે.
પીએમ મોદીએ કહ્યુ કે, “આજે હું દેશના રમકડાં નિર્માતાઓને અપીલ કરવું છું કે, તમે એવા રકમડાં બનાવો જે અર્થતંત્ર અને માનસશાસ્ત્ર બંને માટે ઉત્તમ હોય. શું આપણે એવો પ્રયાસ કરી શકીએ કે રમકડાંમાં ઓછામાં ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય? એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ જેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય.”
ભારતીય રમકડાં અને રમતોની એ ખાસિયત રહી છે કે તેનાથી જ્ઞાનમાં વધારો થાય છે. તેમાં વિજ્ઞાન પણ હોય છે, મનોરંજન હોય છે અને મનોવિજ્ઞાન પણ હોય છે. દાખલા તારીકે લટ્ટૂની રમત. આ રમત રમતાં બાળકને ગુરુત્વાકર્ષણ અને સંતુલનનો પાઠ શીખવા મળે છે.
(સંકેત)