Site icon Revoi.in

વિશ્વ સિંહ દિવસ: PM મોદીએ કહ્યું: ‘ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે’

Social Share

નવી દિલ્હી: આજે 10 ઑગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વન વિભાગ દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર એશિયા ખંડમાં માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલમાં જ સિંહની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. આજે વિશ્વ સિંહ દિવસ પર પીએમ મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પીએમ મોદીએ તેના ગુજરાતના CM તરીકેના કાર્યકાળને યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીરના સિંહોના સંરક્ષણ માટે કામ કરવાની તક સાંપડી હતી. તે સમયે મને સિંહોની સલામતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે ઘણાં કાર્યો કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણે ત્યાં સિંહો સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ વેગ મળ્યો છે.

સમગ્ર એશિયા ખંડમાં માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર જંગલોમાં જ સિંહની વસ્તી હોવા પાછળ પણ એક ભૌગોલિક કારણ છે. કાળક્રમે પૃથ્વીમાં ઉથલપાથલ થઇ. એક વખત સૌરાષ્ટ્રનો ભાગ આફ્રિકા ખંડ સાથે જોડાયેલો હતો. જો કે એક ભયંકર ભૂકંપને કારણે જ્યાં સિંહોની વસ્તી હતી તે આફ્રિકા ખંડની પ્લેટ ખસી ગઇ અને આફ્રિકાની સિંહની વસ્તી વાળો ભાગ એશિયાખંડમાં હિન્દુસ્તાન સાથે જોડાઇ ગયો.