Site icon Revoi.in

સરકારી બાબુઓને પીએમ મોદીનો આદેશ, 31 ઑક્ટોબર સુધીમાં પેન્ડિંગ કામ પૂરા કરો

Social Share

નવી દિલ્હી: સરકારી બાબુઓને પીએમ મોદીએ આદેશ આપ્યો છે. પીએમ મોદીએ સરકારી બાબુઓને 31 ઑક્ટોબર પહેલા બધા જ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે.

પીએમ મોદીએ આદેશ આપ્યો છે કે, એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડિંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જૂની જે પણ ફાઇલો પડી છે. તે બધી ફાઇલોનો નિકાલ લાવવામાં આવે. તે ઉપરાંત સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધા જ કામ 31 ઑક્ટોબર પહેલા પૂર્ણ કરવા આદેશ અપાયો છે.

આ સમગ્ર મામલે કેબિનેટ સચિવ દ્વારા પણ મંત્રાલયને તેમજ અન્ય વિભાગોને પત્ર લખવામાં આવ્યો છે. જેના કારણે 13 સપ્ટેમ્બરથી બધા કામે લાગી ગયા છે. ઑક્ટોબરથી આ સ્વચ્છતા મુહિમ શરૂ થવાની છે. જેને ડેડલાઇન પહેલા પૂરી કરવા માટે પીએમ એ આદેશ આપ્યા છે.

કેબિનેટ સચિવે દરેક મંત્રાલયને પત્ર લખ્યો છે. તે ઉપરાંત તેમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ હાલ જે નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેની સમીક્ષા રાખવા પર જોર આપ્યું હતું.

મહત્વનું છે કે, પીએમના આદેશ બાદ સંસદમાં જે પણ આશ્વાસન આપવામાં આવ્યા છે તેને લઇને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ દરેક સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક કામ તેઓ જલ્દી સમાપ્ત કરે.