Site icon Revoi.in

પીએમ મોદીનો જન્મદિવસ: પીએમ મોદીના પાંચ મહત્વપૂર્ણ નિર્ણયો જેણે દેશનું ચિત્ર બદલ્યું

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પોતાનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પીએમ મોદીને જન્મદિવસ (PM Modi 70th birthday) પર દેશ-વિદેશના નેતાઓથી માંડી, મોદી કેબિનેટના મંત્રીઓ, બીજેપીના દિગ્ગજ નેતાઓ ઉપરાંત વિરોધ પક્ષના નેતાઓ પણ શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. પી એમ મોદીએ એવા અનેક કામો કર્યા અને નિર્ણય લીધા જેના કારણે દેશને દુનિયાની અગ્રિમ પંક્તિમાં લાવીને ઊભું કરી દીધું. ચાલો જાણીએ તેના 5 મહત્વપૂર્ણ નિર્ણયો વિશે જેણે દેશની દશા અને દિશા બંને બદલી.

પહેલો નિર્ણય – આર્ટિકલ 370થી આઝાદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજન્ડામાં સૌથી ઉપર રહ્યું હતું. 2014માં પણ જ્યારે મોદી સરકાર બની તો તેની પ્રાથમિકતામાં આ કામ હતું, પરંતુ પૂરું નહોતું થઈ શક્યું. મે 2019માં જ્યારે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન બન્યા તો તેના થોડાક મહિના બાદ કાશ્મીરથી આર્ટિકલ 370ને ખતમ કરી દેવામાં આવ્યો. નરેન્દ્ર મોદીનો આ નિર્ણય સૌથી મોટો ઐતિહાસિક હતો.

બીજો નિર્ણયઃ બીજા કાર્યકાળના પહેલા સાત મહિનામાં જ મોદી સરકારે ફરીથી મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા. આ નિર્ણય હતો નાગરિકતા સંશોધન કાયદાને પાસ કરાવવાનો. નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને ભારતમાં નાગરિકતા અધિકાર મળી ગયા.

ત્રીજો નિર્ણયઃ દેશના સૌથી મોટા કાયદાકીય વિવાદ એટલે કે અયોધ્યા વિવાદનો ઉકેલ પણ મોદી સરકારના સમયમાં આવી ગયો. વર્ષોથી કોર્ટની કાર્યવાહીમાં અટવાયેલા ભગવાન રામને સુપ્રીમ કોર્ટથી ન્યાય મળ્યો અને 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાએ અયોધ્યામાં રામજન્મભૂમિને જ રામનું જન્મસ્થળ માન્યું.

ચોથો નિર્ણય- વડાપ્રધાન મોદીએ મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકની કાળી પ્રથાથી મુક્તિ અપાવી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ત્રણ તલાક કાયદાને સંસદથી પાસ કરાવીને મુસ્લિમ મહિલાઓને મોટી ભેટ આપી.

પાંચમો નિર્ણયઃ દેશની અનામત વ્યવસ્થામાં ફેરફાર કરવો વડાપ્રધાન માટે સરળ કામ નહોતું. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે અનામતમાં ફેરફારનો પ્રયાસ યો, સરકારની ખુરશી ડગમગી ગઈ. તેમ છતાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ સવર્ણોને અનામત આપવાનું નક્કી કર્યું અને કેન્દ્ર સરકારે આ કાયદાને અમલી કર્યો.

મહત્વનું છે કે, પી એમ મોદીના આ પાંચ નિર્ણયોથી સમગ્ર વિશ્વમાં ભારતનું પ્રભુત્વ વધ્યું અને સાથો સાથ પીએમ મોદીને સમગ્ર વિશ્વમાંથી તેના આ પ્રકારના નિર્ણયોથી આવકાર પણ મળ્યો હતો. પીએમ મોદીના પગલાં પર ભારત હવે ધીમે ધીમે આત્મનિર્ભર બની રહ્યુ્ં છે.

(સંકેત)