- PM મોદી આજે દેશને રાષ્ટ્રજોગ સંબોધન કરશે
- દવા અને કડકાઇ રાખવા પર કરી શકે છે ચર્ચા
- રસીકરણ અભિયાન પર પણ વાત કરી શકે છે
નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરનો કહેર હવે સતત ઘટી રહ્યો છે અને દેશભરમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ વચ્ચે પીએમ મોદી આજે સાંજે પાંચ વાગે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ મારફતે આ જાણકારી અપાઇ છે.
દેશના અનેક વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે અને અનલોકની ગતિવિધિઓ પણ શરૂ થઇ ચૂકી છે. આ બધા વચ્ચે પીએમ મોદીનું આજનું સંબોધન મહત્વનું મનાઇ રહ્યું છે. એવી ચર્ચા થઇ રહી છે કે અનલોક વચ્ચે પીએમ મોદી ફરીથી દેશની જનતાને દવા અને કડકાઇનું પાલન કરવાની અપીલ કરી શકે છે. તે ઉપરાંત લોકોને સાવધાની વર્તવાની અપીલ કરી શકે છે.
મુંબઇમાં અનલોકની યોજનાના ત્રીજા તબક્કા દરમિયાન હાલ લોકલ ટ્રેન સેવા પૂર્વવત કરાઇ છે. બીએમસી દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર લોકલ ટ્રેનોમાં ખાસ શ્રેણીના લોકો જ મુસાફરી કરી શકશે. તે ઉપરાંત લોકલ ટ્રેનો કેટલીક ચિકિત્સા સેવા માટે પણ ઉપલબ્ધ રહેશે.
બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ દિલ્હી મેટ્રો ટ્રેન સેવા લગભગ 3 સપ્તાહ બાદ પૂર્વવત કરાઇ છે. મુંબઇમાં પણ બસ સેવા અને લોકલ ટ્રેન સર્વિસોને શરતોને આધીન શરૂ કરાઇ છે. જો કે દિલ્હી મેટ્રો નિયમો સાથે શરૂ કરાઇ છે. મેટ્રોમાં 50 ટકા ક્ષમતા સાથે મુસાફરોને બેસાડાશે અને ઊભા રહીને મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે.