- ડૉક્ટર્સ ડે પર પીએમ મોદીએ ચિકિત્સા જગતના લોકોને સંબોધિત કર્યા
- પીએમ મોદીએ 130 કરોડ ભારતીયો તરફથી ડોક્ટર્સનો આભાર પણ વ્યક્ત કર્યો
- પીએમએ કોરોના મહામારી દરમિયાન લોકોના જીવ બચાવતા પોતાના જીવ ગુમાવનાર ડૉક્ટર્સને શ્રદ્વાંજલિ આપી
નવી દિલ્હી: આજે 1 જુલાઇ એટલે કે નેશનલ ડૉક્ટર્સ ડે. આજના નેશનલ ડોક્ટર્સ ડે પર પીએમ મોદીએ ચિકિત્સા જગતના લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, ડોક્ટર્સને ભગવાનનું બીજું રૂપ કહેવામાં આવે છે તે એમ જ કહેવાતા નથી. કેટલા લોકો એવા હશે કે જેમનું જીવન કોઇ સંકટમાં પડ્યું હશે, કોઇ બીમારી કે દુર્ઘટનાનો શિકાર થયા હશે. કે ક્યારેક આપણને એવું લાગવા લાગે છે કે આપણે પોતાનાને ગુમાવી દેશું. પીએમ મોદીએ 130 કરોડ ભારતીયો તરફથી ડોક્ટર્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ ડૉક્ટર્સ ડેના પ્રસંગે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને આગ્રહ કર્યો છે કે તે યોગના ફાયદાને લઇને શોધ કરે. જ્યારે યોગ પર ડૉક્ટર્સ શોધ કરે છે તો વિશ્વ તેને ગંભીરતાપૂર્વક લે છે. IMA એવી સ્ટડીને મિશન મોડમાં આગળ વધારી શકે છે. પીએમએ કોરોના મહામારી દરમિયાન લોકોના જીવ બચાવતા પોતાના જીવ ગુમાવનાર ડૉક્ટર્સને શ્રદ્વાંજલિ આપી હતી.
નરેન્દ્ર મોદીએ ડૉક્ટર્સ ડે ના પ્રસંગે ડૉક્ટરોને સંબોધિત કરતા કહ્યું કે ઘણા આધુનિક મેડિકલ સાયન્સ સંસ્થાન એ વાત પર સ્ટડી કરી રહ્યા છે કે કોરોના સંક્રમિત થયા પછી કેવી રીતે યોગ લોકોને ઉબરવામાં મદદ કરી શકે છે. પીએમ મોદીએ ડૉક્ટર્સની ઘણી પ્રશંસા કરતા કહ્યું કે ડૉક્ટર્સના જ્ઞાન અને અનુભવના કારણે કોરોના વાયરસથી લડવામાં મદદ મળી રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે આ પૂણ્યનું કામ કરતા દેશના ઘણા ડૉક્ટર્સે પોતાનું જીવન પણ અર્પણ કરી દીધું છે. હું તેમને પોતાની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. તેમના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશ જ્યારે કોરોના સામે આટલી મોટી જંગ લડી રહ્યો છે તો ડૉક્ટર્સે દિવસ રાત મહેનત કરીને લાખો લોકોના જીવન બચાવ્યા છે.