- Toycathon 2021નું આયોજન
- પીએમ મોદીએ સ્પર્ધકો સાથે સંવાદ સાધ્યો
- બાળકોનું પ્રથમ પુસ્તક રમકડાં હોય છે: પીએમ મોદી
નવી દિલ્હી: Toycathon 2021નું આયોજન થયું છે ત્યારે પીએમ મોદીએ સ્પર્ધકો સાથે સંવાદ સાધ્યો હતો. આ આયોજનનો હેતુ ભારતને રમકડાંનું હબ બનાવવા પર ભાર મૂકવાનો છે. સાથે જ રમકડાં બનાવવા અને ગેમ્સના નવા વિચારોને ક્રાઉડ-સોર્સ આમંત્રિત કરવાનો છે. ભારતમાં રમકડાં ઉદ્યોગના વિસ્તરણનું સરકાર લક્ષ્યાંક રાખે છે.
પીએમ મોદીએ સ્પર્ધકો સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, બાળકોની પ્રથમ પાઠશાળા જો પરિવાર હોય છે તો, પહેલું પુસ્તક અને પહેલો મિત્ર, રમકડાં જ હોય છે. સમાજ સાથે બાળકોનો પ્રથમ સંવાદ તે રમકડાંના માધ્યમથી જ થાય છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે ”ગ્લોબલ ટોય માર્કેટ લગભગ 100 બિલિયન ડોલરનું છે. તેમાં ભારતની ભાગીદારી ફક્ત દોઢ બિલિયન ડોલર આસપાસની છે. આજે આપણે જરૂરિયાતોને પણ લગભગ 80 ટકા રમકડાં આયાત કરીએ છીએ. એટલે કે તેના પર દેશના કરોડો રૂપિયા બહાર જઇ રહ્યા છે. આ સ્થિતિને બદલવી ખૂબ જરૂરી છે.
પીએમ મોદી સાથે સંવાદ દરમિયાન સ્પર્ધકોએ પીએમ મોદીને ગેમ્સ વિશે જાણકારી આપી હતી. પીએમ મોદીએ પણ તેમને ગેમને સારી બનાવવા માટે કેટલાક સૂચનો આપ્યા હતા.
Toycathon 2021 માં દેશભરમાં 1.2 લાખ સ્પર્ધકોએ 17 હજારથી વધુ વિચારોને રજિસ્ટ્રર અને પ્રસ્તુત કર્યા છે. તેમાં 1567 વિચારોને ઓનલાઇન Toycathon ગ્રાંડ ફિનાલે માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં રમકડાંનું બજાર 150 કરોડ ડોલરનું છે. તેમાં મોટાભાગનો હિસ્સો વિદેશથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે.
નોંધનીય છે કે, Toycathon 2021 ના સંયુક્ત રૂપથી શિક્ષણ મંત્રાલય, ડબ્લ્યૂસીડી મંત્રાલય, એમએસએમઇ મંત્રાલય, ડીપીઆઇઆઇટી, સૂચના અને પ્રસારણ મંત્રાલય અને એઆઇસીટીઇ દ્વારા 5 જાન્યુઆરી 2021ના રોજ ક્રાઉડ-સોર્સ ઇનોવેટિવ ટોયઝ અને ગેમ્સ આઇડિયાઝ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. Toycathon 2021 ની વિજેતા ટીમની જાહેરાત 26 જૂનના રોજ કરવામાં આવશે. તેમાં 60 લાખની ઇનામી રકમ મળશે.