Site icon Revoi.in

PM મોદીએ e-RUPI કર્યું લોન્ચ, હવે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકશો

Social Share

નવી દિલ્હી: ટેક્નોલોજીમાં ભારત હવે સતત આગળ વધી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પેમેન્ટની કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્વતિ e-rupiને લોન્ચ કરી. E-Rupi ડિજીટલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે. તેના દ્વારા લાભાર્થીઓને પ્રત્યક્ષ ફાયદો પહોંચશે.

E-Rupiના લોન્ચિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે દેશ ડિજીટલ ગવર્નન્સને એક નવો આયામ આપી રહ્યો છે. eRUPI વાઉચર દેશમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શનને, DBTને વધુ પ્રભાવી બનાવવામાં મોટી ભૂમિકા ભજવનાર છે. તેનાથી Targeted, Transparent અને Leakage Free Deliveryમાં બધાને મોટી મદદ મળશે.

તેમણે વધુમાં eRUPIની ખાસિયત વિશે વાત કરતા કહ્યું હતું કે, તે એક પ્રકારે Personની સાથોસાથ Purpose Specific પણ છે. જે હેતુથી કોઇ મદદ કે કોઇ લાભ આપવામાં આવી રહ્યો છે, તે તેના માટે જ ઉપયોગી થશે. eRUPI એ સુનિશ્વિત કરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર જ નહીં, જો કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈ સારવારમાં, કોઈના અભ્યાસમાં કે બીજા કામ માટે કોઈ મદદ કરવા માંગે તો કેશની જગ્યાએ eRUPI આપી શકશે. તેનાથી એ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલું ધન, તે જ કામમાં ઉપયોગમાં લેવાયું છે જે કામ માટે તે રકમ અપાઈ છે.

નોંધનીય છે કે, ઇ વાઉચર તરીકે મોબાઇલ પર ક્યુઆર કોડ કે SMS પ્રાપ્ત થશે. અનેક સરકારી યોજનાઓમાં e-RUPIનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી ખાસ કરીને રોકડથી વ્યવહાર ઘટશે અને કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન મળશે.