Site icon Revoi.in

હવે ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધીને બદલે મેજર ધ્યાનચંદના નામે અપાશે, PM મોદીએ જાહેરાત કરી

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની મહિલા અને પુરુષ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે આપણી રાષ્ટ્રીય રમતને પ્રોત્સાહન આપવાની સાથોસાથ અન્ય રમતો તેમજ ખેલાડીઓનો જોશ અને જુસ્સો વધારવા માટે ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલવામાં આવ્યું છે. હવે ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદના નામે અપાશે. આપને જણાવી દઇએ કે વર્ષ 1991માં રાજીવ ગાંધીના નામે ખેલ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સરકારના આ નિર્ણય બાદ ખેલપ્રેમીઓ અને વિવિધ રમતો સાથે જોડાયેલા ખેલાડીઓમાં આનંદની લહેરખી પ્રસરી ગઇ છે. ખાસ કરીને ખેલ રત્ન એવોર્ડનું નામ કોઇ રાજનેતાને બદલે ખેલ જગતના મહાન ખેલાડીઓના નામે રખાતા આ હર્ષની લાગણી અનુભવાઇ રહી છે.

જેવી પીએમ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાહેરાત કરી તો બીજી જ ક્ષણે દેશભરમાંથી ખેલપ્રેમીઓ અને ખેલ જગત સાથે જોડાયેલા લોકોએ જાહેરાતને હર્ષભેર સાથે વધાવી લીધી હતી. હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ આપવાની જાહેરાત બાદ ભારતીય હોકી ટીમ સહિતના ખેલાડીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીન આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓએ આજના દિવસે આ મહત્ત્વની જાણકારી આપી છે. હવેથી ખેલ રત્ન અવોર્ડ ધ્યાનચંદના નામે ઓળખાશે. રમત ગમતનો સૌથી મોટો અવોર્ડ એટલેકે, સર્વોચ્ચ સન્માન ગણાય છે ખેલ રત્ન અવોર્ડ. અત્યાર સુધી ખેલ રત્ન અવોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામે આપવામાં આવતો હતો. ભારત સરકારે હવે એમાં મોટું પરિવર્તન કર્યું છે.