Site icon Revoi.in

આતંકથી આસ્થાને કચડી શકાય નહીં: PM મોદી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે સોમનાથ મંદિર ખાતેની અનેકવિધ યોજનાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ સંબોધન કર્યું હતું.  પીએમ મોદીએ કહ્યું કે, આસ્થાને આતંકથી કચડી શકાય નહીં. આતંકના દમ પર સામ્રાજ્ય ઉભુ કરનારનું અસ્તિત્વ સ્થાયી નથી.

પીએમ મોદીના આ નિવેદનને અફઘાનિસ્તાનમાં થઇ રહેલા તાલિબાનના દમન સાથે જોડાઇને જોવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી તાલિબાનને સંદેશ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આતંકથી આસ્થાને કચડી શકાય નહીં. સોમનાથ મંદિરને અનેકવાર તોડવામાં આવ્યું, આને નિશાન બનાવાયું પરંતુ દરેક વખતે આ મંદિર ઉભુ થઇ જાય છે અને વિશ્વ માટે સૌથી મોટું ઉદાહરણ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે તોડનારી શક્તિઓ છે, જે આતંકના સહારે સામ્રાજ્ય ઉભુ કરવાનું વિચારે છે, તે ભલે થોડા સમય માટે હાવી થઇ જાય પરંતુ તેમનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી થઇ શકે નહીં, તે વધારે દિવસ સુધી માનવતાને દબાવીને રાખી શકતા નથી.

ભારત સરકાર તરફથી હજુ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવવાને લઈને કોઈ સ્થાયી નિવેદન આપ્યુ નથી. ભારત હજુ અફઘાનિસ્તાનમાં જારી હલચલ પર નજર રાખી રહ્યા છે અને તેમનો સમગ્ર ફોકસ ત્યાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત નીકાળવા પર છે.

અગાઉ વિદેશ મંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે કેટલાક દેશ આતંકવાદ વિરૂદ્ધ જારી લડાઈને કમજોર કરવા ઈચ્છે છે. એવામાં દુનિયાને આ તરફ ધ્યાન આપવાની જરૂર છે. વિદેશ મંત્રીએ કોઈ નામ લીધા વિના તાલિબાન અને પાકિસ્તાન પર વાર કર્યો હતો.