1. Home
  2. ગુજરાતી
  3. જૂના વાહનને સ્ક્રેપ કરવાથી મળશે સર્ટિફિકેટ, તેનાથી આ ચાર્જ નહીં લાગે
જૂના વાહનને સ્ક્રેપ કરવાથી મળશે સર્ટિફિકેટ, તેનાથી આ ચાર્જ નહીં લાગે

જૂના વાહનને સ્ક્રેપ કરવાથી મળશે સર્ટિફિકેટ, તેનાથી આ ચાર્જ નહીં લાગે

0
Social Share
  • પીએમ મોદીએ વાહન સ્ક્રેપ પોલિસી લોન્ચ કરી
  • વાહનને સ્ક્રેપ કરેલા સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીનો રજીસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે
  • તે ઉપરાંત નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ મળશે

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે 15 વર્ષ જૂના વાહનો માટે વ્હીકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્વની જાહેરાત કરી હતી કે, જે વ્યક્તિ પોતાના જૂના વાહનો સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે.

દેશમાં લૉન્ચ થયેલી નવી સ્ક્રેપ પોલિસી નવા ભારતની મોબિલિટીને, ઑટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં વધી રહેલા આધુનિકીકરણ તેમજ જે વાહનો ફિટ નથી તેને વૈજ્ઞાનિક ઢબે રસ્તા પરથી હટાવવા માટે આ પોલિસી મોટી ભૂમિકા ભજવશે. જે ગતિશિલતામાં આવેલી આધુનિકતા, ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટેશનનો બોજો હળવો કરશે. આર્થિક વિકાસનો માર્ગ પણ મોકળો થશે.

સ્ક્રેપ પોલિસીથી આ લાભ થશે

સૌપ્રથમ લાભ એ થશે કે જૂની ગાડીને સ્ક્રેપ (ભંગાર) કરતા એક સર્ટિફિકેટ મળશે. આ સર્ટિફિકેટ જેની પાસે હશે તેને નવી ગાડીની ખરીદી પર રજિસ્ટ્રેશન માટે કોઈ પૈસા આપવા પડશે નહીં. આ સાથે જ તેને રોડ ટેક્સમાં પણ કેટલીક છૂટ મળશે. બીજો લાભ એ થશે કે જૂની ગાડીની જાળવણીની કિંમત, રિપેરિંગની કિંમત, બળતણની કાર્યક્ષમતામાં બચત થશે. જ્યારે ત્રીજો લાભ જીવન સાથે જોડાયેલો છે. જૂની ગાડીઓ, જૂની ટેક્નોલોજીના કારણે રોડ અકસ્માતનો ખતરો વધારે રહેલો છે. જેમાંથી મુક્તિ મળશે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણની જે અસર પડે છે તેમાં ઘટાડો થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code