Site icon Revoi.in

પ્રદૂષણથી થતું નુકસાન ધૃણાસ્પદ અપરાધ કરતાં ઓછું નથી: NGT

Social Share

નવી દિલ્હી: પ્રદૂષણને લઇને ગ્રીન ટ્રિબ્યુનલે આકરું વલણ દર્શાવ્યું છે. હિન્દોન નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ રાખવામાં નિષ્ફળ જનાર ઉત્તર પ્રદેશની સરકાર પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આકરા પ્રહારો કર્યા હતા અને નોંધ કરી હતી કે પ્રદૂષણથી થતું નુકશાન ધૃણાસ્પદ અપરાધ કરતાં જરાય ઓછું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, એનજીટીની ચેરમેન જસ્ટિસ એ.કે. ગોયલના નેતૃત્વ હેઠળની બેન્ચે કહ્યું હતું કે વહીવટી તંત્ર નાગરિકો પ્રત્યેની પોતાની બંધારણીય ફરજો નહીં સમજે ત્યાં સુધી વારંવાર આપેલા ઓર્ડરનો પણ કઇ જ અર્થ નહીં થાય.

બેન્ચે વધુમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ખૂબ જ અફસોસની વાત છે કે પ્રદૂષણની સમસ્યા પ્રત્યે રાજ્યના વહીવટી સત્તાવાળાઓનું વારંવાર ધ્યાન દોર્યું હોવા છતાં તેઓ પોતાની બંધારણીય ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે   અમે એવી આશા રાખતા હતા કે મુખ્ય સચિવની સામેલગીરીથી આંતર ખાતાકીય સંકલન અને પ્રોસીજરની  સમસ્યાનો અંત આવી જશે, પરંતુ કમનસીબે આવું થયું નથી’એમ તેમણે ક્હયું હતું. ‘આમ પ્રોસીડીંગ બાકી રાખવાને બદલે, અમે એમ માનીએ છીએ કે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે પ્રાથમિકતાના ધોરણે સમસ્યાના ઉકેલ માટે કાર્યવાહી કરવી જોઇએ.

તેમને કરવાની કામગીરીમાં જવાબદારી ફિક્સ કરવાનો અને કામગીરી કરવામાં નિષ્ફળ જનાર અિધકારીના સર્વિસ  રેકોર્ડમાં તેની બેદરકારીનો પણ ઉલ્લેખ કરવો જોઇએ જેમને અગાઉ આ જવાબદારી સોંપાઇ હતી,  જરૂરી મંજૂરી અપાઇ હતી અને તમામ જરૂરી ભંડોળ પણ પુરૂં પડાયું હતું’.

બેન્ચે ઉત્તર પ્રદેશ રિવર રિજયેુનેશન કમીટીને ચીફ સેક્રેટરીની દેખરાખ હેઠળ હિન્દોન નદીની યોજનાઓ પર નજર રાખવાનો આદેશ કર્યો હતો.બેન્ચે નોંધ્યું હતું કે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી પાસે પીસીબીના સંપૂર્ણ અિધકાર છે જ નહીં અને ઉલ્ટાનું તેમની પાસે સરકારના ખાસ સચિવનો પણ કાર્યભાર છે.

(સંકેત)