Site icon Revoi.in

દેશમાં વીજ સંકટને લઇને ઉર્જા મંત્રીની સ્પષ્ટતા, કહ્યું – દેશમાં કોઇ વીજ સંકટ ઉપસ્થિત નહીં થાય

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોલસાની અછત સર્જાઇ છે અને વીજ સંકટના ભણકારા છે તેવા રિપોર્ટ્સ ચોતરફ ફરી રહ્યા છે ત્યારે આ વચ્ચે આ સમગ્ર મામલે ઉર્જા મંત્રી આર કે સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

દેશમાં વીજ સંકટને લઇને સ્પષ્ટતા કરતા આર કે સિંહે દાવો કર્યો છે કે, દેશમાં કોલસાનો પર્યાપ્ત પ્રમાણમાં સ્ટૉક છે અને વીજળીનું કોઇ સંકટ નથી.

આર કે સિંહે વધુમાં ઉમેર્યું હતું કે, ગઇકાલે સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલે સંભવિત વીજ સંકટને લઇને મુખ્યમંત્રીને લખેલા પત્રને લઇને મને વાત કરી. મે તેમને અવગત કર્યા કે અમારા અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને એવું કંઇ નહીં થાય.

તેમણે જણાવ્યું કે, આજે મે BSIS, NTPC અને વીજ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. હું તમને જણાવી રહ્ય છું કે, કોઇ સમસ્યા નથી. સમસ્યા એટલા માટે ઉપસ્થિત થઇ કે ગેલએ દિલ્હી ડિસ્કૉમને ગેસની જરૂરિયાત રોકવાની વાત કહી હતી અને એટલા માટે કારણ કે ગેલ અને દિલ્હી ડિસ્કૉમનું એગ્રીમેન્ટ પૂર્ણ થઇ રહ્યું છે.

તેઓએ એવી પણ ખાતરી આપી હતી કે, તેઓના અધિકારીઓ પ્રતિ દિવસ કોલસાના જથ્થા પર નજર રાખી રહ્યાં છે. આજના દિવસે 4 દિવસતી વધુનો સ્ટોક અમારી પાસે છે. કાલે 1.8 મિલિયન ટનની ખપત થઇ, એટલ સ્ટૉક મળ્યો. જે 17 દિવસથી સ્ટોકથી 4 દિવસ આવી ગયા હતા, તે હવે ફરીથી વધશે.