Site icon Revoi.in

મોદી સરકાર લાવી રહી છે નવી યોજના, હવે જેટલા પૈસા ભર્યા હશે એટલી જ વીજળી મળશે

Social Share

નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ સુધરે તે હેતુસર હવે મોદી સરકાર પ્રી-પેઇડ સ્માર્ટ મીટરની સિસ્ટમ સમગ્ર દેશમાં જ લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઉર્જા મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયોને સલાહ આપી છે કે તેઓ તેમના વહીવટી નિયંત્રણ હેઠળની સંસ્થાઓને પ્રીપેડ સ્માર્ટ મીટર સ્થાપિત કરવા સૂચના આપે. પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ વિતરણ કંપનીઓની આર્થિક સ્થિતિ વધુ સંગીન થશે તેવી સંભાવના છે.

પ્રીપેડ મીટરથી વીજળીની પણ બચત થશે. પ્રીપેડ મીટર પ્રીપેડ મોબાઇલની જેમ જ કામ કરે છે. એટલે કે પૈસા જેટલી જ વીજળી મળશે. કેન્દ્ર સરકારની કચેરીઓમાં પ્રીપેડ મીટર લગાવ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોના પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

નાણા મંત્રાલય દ્વારા આ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. જેમાં તમામ કેન્દ્રીય મંત્રાલયો તેમજ કેન્દ્રીય વિભાગો પાસેથી ગેરંટી પર ભાર આપ્યા વગર જ પ્રી-પેઇડ વીજળી મીટર માટે નાણાની ચૂકવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર માત્ર વીજ વિતરક કંપનીઓને નાણાકીય સ્થિરતાના રસ્તા પર લાવવા કે એનર્જી કાર્યક્ષમતાને આગળ ધપાવવાના પ્રયાસોને સુનિશ્વિત કરવા માટે મહત્વનું સાબિત થશે.

આ યોજના હેઠળ તબક્કાવાર કૃષિ ગ્રાહકને છોડીને તમામ વીજ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ મીટરનું વ્યવસ્થાપન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગો સહિત શહેરી અને ગ્રામીણ સ્થાનિક અને સરકારી બોર્ડ અને નિગમોમાં પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવાને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ યોજનાથી સંબંધિત વિભાગો દ્વારા બાકી વીજળીના બિલની ચૂકવણીમાં પણ મદદરૂપ થશે. ભારત સરકાર તમામ ગ્રાહકોને અવિરત, વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો આપવા માટે પ્રતિબદ્ધ છે, જેના માટે કાર્યક્ષમ અને આર્થિક રીતે ટકાઉ પાવર સેક્ટરની જરૂર છે.