Site icon Revoi.in

આજે ઇદ ઉલ અધા, પીએમ મોદી, રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

Social Share

નવી દિલ્હી: આજે સમગ્ર દેશમાં ઇદ ઉલ અધાની ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. પાટનગર દિલ્હીમાં પણ ઇદ નિમિત્તે અનેક પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. લોકો ઇદની નમાઝ પઢવા વહેલી સવારે જામા મસ્જિદ પહોંચ્યા હતા. ઇદના પર્વ નિમિત્તે પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હીના સીએમ કેજરીવાલે લોકોને ઇદની શુભેચ્છાઓ પાઠવી છે.

ઇદ નિમિત્તે પીએમ મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું કે, ઇદ મુબારક! ઇદ-ઉલ-અજહાની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ સામૂહિક સહાનુભૂતિ, સદભાવ અને સેવામાં સમાવેશની ભાવનાને આગળ વધારશે.

તે ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા આજે હું ઇદ-ઉલ-અજહાના પ્રસંગે પોતાના ઘરે જ નમાઝ અદા કરી અને દેશના લોકો અને પૂરી દુનિયાની માનવતાના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરી.

બીજી તરફ, કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ બકરી ઈદ (Bakri Eid)ની શુભકામનાઓ આપી. તેમણે લખ્યું કે, આપ સૌને ઈદ-ઉલ-અજહા મુબારક હો.