- પીએમ મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ
- આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત
- આ મીટિંગમાં ડ્રોન હુમલાને લઇને થઇ શકે છે ચર્ચા
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ સરકાર વધુ એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક બોલાવી છે.
ડ્રોન દ્વારા થયેલા આતંકી હુમલા બાદ હવે ભારત દરેક મોરચે સક્રિય થયું છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પણ ભારતે ડ્રોન હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેથી જ પીએમ મોદી આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક કરીને નિર્ણય લઇ શકે છે.
પીએમ મોદી આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠક કરવાના છે. જો કે આ બેઠક દરમિયાન મુખ્ય એજન્ડા શું રહેશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં ડ્રોનને લઇને થયેલા હુમલાની ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં સુરક્ષાથી જોડાયેલા મોટા અધિકારીઓ પણ સામેલ થશે.
આપને જણાવી દઇએ કે જમ્મૂમાં શનિવારે રાત્રે એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો. હવે આ હુમલાની તપાસ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ હુમલામાં જમ્મૂના એરબેઝને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા વિસ્ફોટકો અંદર મોકલવામાં આવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓ આતંકી એન્ગલથી પણ ઘટનાની તપાસ કરી રહી છે. જો કે હજુ 48 કલાક બાદ ડ્રોન્સને લઇને કોઇ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી. એવામાં હવે આ મામલાની તપાસ NIAને સોંપવામાં આવી છે. NIA ટૂંક સમયમાં આ મામલે કેસ દાખલ કરી શકે છે. ત્યારબાદ તપાસ શરૂ કરી દેવાશે.
મહત્વનું છે કે, આ ડ્રોન હુમલા બાદ સોમવારે રાત્રે પણ એક ડ્રોન ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. જે થોડીવાર બાદ ગાયબ થઇ ગયુ હતું. સુરક્ષાદળોનું આ ડ્રોન કુંજવાની, સુંજવાન અને કલચૂક વિસ્તારની પાસે જોવા મળ્યું છે.