Site icon Revoi.in

વેક્સિનની અછત વચ્ચે વેક્સિનેશન માટે બીજો ડોઝ લેનારને પ્રાથમિકતા અપાય તે આવશ્યક: સ્વાસ્થ્ય મંત્રાલય

Social Share

નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોનાના કહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં ભારતની વસતી સામે વેક્સિનેશન અભિયાનમાં પૂરતી માત્રામાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ ના હોવા તે સૌથી મોટી સમસ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય સરકારે રાજ્યોને કહ્યું છે કે હાલમાં વેક્સિનશનમાં બીજો ડોઝ લેનારાને રાજ્ય સરકાર પ્રાથમિકતા આપે તે આવશ્યક છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે – વેક્સિનનો બીજો ડોઝ લગાવનારાને રાજ્ય સરકારો પ્રાથમિક્તાના આધાર પર આ કામ નક્કી કરે. બીજો ડોઝ લગાવનારા મોટી સંખ્યામાં હાલમાં પ્રતિક્ષા કરી રહ્યા છે, તેથી તે લોકોને સૌથી પહેલા બીજો ડોઝ આપવાની આવશ્યકતા છે.

રાજ્ય સરકારોને કેન્દ્રથી મળનારી ફ્રી રસીમાંથી ઓછામાં ઓછી 70 ટકા વેક્સિનને બીજા ડોઝ માટે રિઝર્વ રાખી શકે છે, જ્યારે બાકી 30 ટકા વેક્સિન પ્રથમ ડોઝ માટે રાખી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,29,942 દર્દીઓ નોંધાયા છે આ સાથે જ કુલ કેસની સંખ્યા  2,29,92,517 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોનાના 37,15,221 એક્ટિવ કેસ છે. એક દિવસમાં કોરોનાથી 3876 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.

(સંકેત)