Site icon Revoi.in

પુણેની કંપનીએ તૈયાર કર્યું ખાસ માસ્ક, આ માસ્ક કોરોના વાયરસને કરશે નિષ્ક્રિય

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર હવે પૂર્ણતાને આરે છે ત્યારે એક રાહતના સમાચાર છે. પુણે સ્થિત એક સ્ટાર્ટ અપ ફર્મે એક ખાસ પ્રકારનું માસ્ક બનાવ્યું છે. આ માસ્ક પહેરવાથી કોરોના વાયરસ તમને સંક્રમિત નહીં કરી શકે. કંપનીના દાવા અનુસાર, ખાસ પ્રકારના માસ્કના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ નિષ્ક્રીય બની જશે.

વૈશ્વિક મહામારીના પ્રારંભથી જ વિશ્વભરની સંસ્થાઓ માસ્કની અનિવાર્યતા અને ઉપયોગિતા પર ભાર મૂકી રહ્યા છે અને સતત માસ્ક પહેરવાનું કહે છે ત્યારે હવે ભારતમાં નિર્માણ પામેલા આ ખાસ માસ્કની મહત્તા આગામી સમય પર આધાર રાખે છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી-DSTએ સોમવારે આ અંગેની માહિતી આપી હતી. તેના જણાવ્યા મુજબ પુણેની ફર્મે થ્રીડી પ્રિન્ટિંગ અને દવાઓના મિશ્રણથી એક ખાસ માસ્ક તૈયાર કર્યું છે. જેના સંપર્કમાં આવતાં જ વાયરસ પાર્ટિકલ્સ નિષ્ક્રિય બની જાય છે. થિંક્ર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આ ખાસ માસ્ક તૈયાર કર્યું હોવાનો દાવો કરી રહી છે. જેની પર વાયરસને અટકાવવા માટે એન્ટી એજન્ટ લેપ લગાવવામાં આવે છે. આ એજન્ટ વિષાણુનાશક કહેવામાં આવે છે.

પરીક્ષણ કરીને રજૂ કરવામાં આવ્યું છે કે આ લેપ સાર્સ-કોવ-2ને નિષ્ક્રિય કરે છે. વિભાગ અનુસાર લેપમાં ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રી સોડિયમ સલ્ફાનેટ મિશ્રણ છે. જેનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.

પોતાના ખાસ માસ્ક વિશે માહિતી આપતાં કંપનીએ પણ દાવો કર્યો છે કે કંપની આ અનુભવ કરી રહી છે કે માસ્ક સંક્રમણને રોકવામાં તમામ રીતે એક ખાસ હથિયાર તરીકે ઉભરી આવશે.