Site icon Revoi.in

રાફેલને કારણે ચીની કેમ્પમાં ભૂકંપ, સરહદ પર તમામ સ્થિતિ માટે સેના તૈયાર: IAF

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા 9 મહિનાથી તંગદિલી અને મતભેદ જોવા મળી રહ્યા છે. આ તંગદિલી વચ્ચે ભારતીય વાયુ દળના વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ નિવેદન આપ્યું છે.

વાયુ દળના વડા આરકેએસ ભદૌરિયાએ કહ્યું હતું કે ભારત અને ચીન સાથે વાતચીત ચાલી રહી છે. સરહદ પર જેટલા સૈનિકની જરૂર છે એ અમે તૈનાત કર્યા છે. અમારી તરફથી વાતચીત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કોઇપણ પ્રકારની નવી સ્થિતિનું નિર્માણ થાય તો તમે તેના માટે દરેક રીતે તૈયાર છીએ.

રક્ષા બજેટ વિશે તેમણે કહ્યું હતું કે ખર્ચમાં 20 હજાર કરોડનો વધારો એ સરકારનું મોટું પગલું છે. ગત વર્ષે પણ 20 હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો હતો. તેનાથી સેનાની ત્રણેય પાંખને મદદ મળશે. એરો ઇન્ડિયા શોમાં સ્વદેશી નિર્માણમાં વધતી તાકાતને લઇને પણ તેમણે પ્રશંસા કરી હતી.

ચીન સાથે ચાલતા તણાવ વચ્ચે હાલમાં બેંગાલુરુમાં એરો ઇન્ડિયા શો ચાલી રહ્યો છે. સરહદ પર રાફેલ લડાકૂ વિમાનની તૈનાતીને લઇને તેમણે કહ્યું હતું કે ચીની કેમ્પમાં ભૂકંપ આવી ગયો છે. ચીને પૂર્વ લદ્દાખની નજીકના વિસ્તારમાં પોતાના J-20 ફાયટર વિમાન તૈનાત કર્યા હતા, પરંતુ જ્યારે અમે આ વિસ્તારમાં રાફેલ તૈનાત કર્યા તો તેઓ પાછળ ચાલ્યા ગયા.

હાલમાં ભારત-ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે. વાતચીત ક્યાં મોડ પર જાય છે તેના પર સમગ્ર સ્થિતિનો મદાર છે. સરહદ પર જેટલા સૈનિકોની આવશ્યકતા છે તેટલા અમે તૈનાત કર્યા છે. અમારા તરફથી વાતચીત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો બંને દેશ પાછા ફરવાની પ્રક્રિયા શરૂ કરે છે તો સારી વાત છે, પરંતુ જો કોઇ અચાનક અણધારી પરિસ્થિતિ સર્જાય તો તેની સામે અમે દરેક રીતે સજ્જ છીએ.

(સંકેત)