Site icon Revoi.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ થયા કોરોના સંક્રમિત, ટ્વીટથી આપી જાણકારી

Social Share

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને હળવા લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરે તેમજ સુરક્ષિત રહે.

આપને જણાવી દઇએ કે દેશની રાજધાની દિલ્હી કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત છે. દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિને નિયંત્રિત કરવા માટે લોકડાઉન પણ લાગૂ કરી દેવામાં આવ્યું છે. ત્યાં 6 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોના સંક્રમિત થયા બાદ સુનીતા કેજરીવાલ ઘરમાં જ આઇસોલેટ થયા છે. પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરેન્ટીન થયા છે.

મહત્વનું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના કેસમાં ખુબ વધારો થઈ રહ્યો છે. સોમવારે અહીં 23686 લોકો સંક્રમિત થયા અને 240ના મોત થયા હતા.

(સંકેત)