1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, પોર્નોગ્રાફી કેસમાં ચેટનો પણ થયો ખુલાસો
રાજ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, પોર્નોગ્રાફી કેસમાં ચેટનો પણ થયો ખુલાસો

રાજ કુન્દ્રા 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે, પોર્નોગ્રાફી કેસમાં ચેટનો પણ થયો ખુલાસો

0
Social Share
  • સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલ્યો
  • કોર્ટે 23 જુલાઇ સુધી રાજ કુન્દ્રાને કસ્ટડીમાં મોકલી દીધો
  • ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ  ખુલાસો થયો

નવી દિલ્હી: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે બિઝનેસમેન રાજ કુન્દ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.  જો કે રાજ કુન્દ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપને એક વોન્ટેડ આરોપી પ્રદીપ બક્ષીને વેચી ચૂક્યો છે. પોલીસનો દાવો છે કે રાજ કુન્દ્રાએ પોતાના એક સંબંધી સાથે મળીને એક યુકે બેઝ્ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે એનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો અનુસાર રાજ કુન્દ્રાએ પોતાના સંબંધી પ્રદીપ બક્ષી સાથે મળીને યુકે બેઝ્ડ કેનરિન પ્રોડક્શન હાઉન નામની એક કંપની બનાવી. પ્રદીપ બક્ષી યુકેમાં જ વસવાટ કરે છે અને કંપનીનો ચેરમેન હોવાની સાથોસાથ કુન્દ્રાનો બિઝનેસ પાર્ટનર પણ છે. રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીનો માલિક અને ઇન્વેસ્ટર પણ છે. આ કંપની પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે અન ફંડિગ પણ કરે છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્સએપ ગ્રુપનો પણ  ખુલાસો થયો છે. જેના દ્વારા જ કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થતી હતી. આ વોટ્સએપ ચેટ ગ્રુપનું નામ ‘H Accounts’ છે અને તેમાં રાજ કુન્દ્રાની સાથે લંડનમાં બેઠેલો પ્રદીપ બક્ષી સહિત 5 લોકો સામેલ છે. ક્રાઈમ બ્રહાન્ચના હાથમાં આ ગ્રુપમાં થતી ચેટ આવી છે. જેમાં રેવન્યૂ અંગે વાત કરાઈ છે. આ ગ્રુપમાં દરરોજની કમાણી કેટલી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી અભિનેત્રીને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં કમાણી ઘટી કે વધી રહી છે, તમામ વાતો થતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટેજી, સેલ્સમાં થતો વધારો અને અન્ય ડીલ અંગે વાત થતી હતી.

રાજ કુન્દ્રાનો એક્સ પીએ ઉમેશ કામત કેનરિન પ્રોડક્શન હાઉસનો ભારતમાં રિપ્રેઝન્ટેટિવ હતો. અભિનેત્રી ગહેના વશિષ્ઠ અને ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરિન પ્રોડક્શન હાઉસ તરફથી મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મો બનાવવા માટે એડવાન્સ કેનરિન પ્રોડક્શન હાઉસમાંથી જ મળતું હતું. ત્યારબાદ આ બંને પોર્ન ફિલ્મ તૈયાર કરવામાં લાગી જતા હતા.

પોર્ન ફિલ્મો બન્યા બાદ મેઈલ આઈડી દ્વારા કેનરિન પ્રોડક્શન હાઉસમાં મોકલી દેવાતી હતી. પોર્ન ફિલ્મો મળ્યા બાદ પૈસા સીધા આ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા. કેનરિન કંપની દ્વારા જ પોર્ન ફિલ્મોને સોશિયલ મીડિયા એપ Hotshot પર અપલોડ કરાતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code