- કુંદ્રાની જામીન અરજી પર આજે થઇ સુનાવણી
- કોર્ટે રાજ કુંદ્રાને આપ્યો ઝટકો
- કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી નામંજૂર કરી
નવી દિલ્હી: પોર્નોગ્રાફિક ફિલ્મોના નિર્માણ કેસમાં રાજ કુંદ્રાની જામીન અરજી પર આજે સુનાવણી થઇ હતી. જેમાં રાજ કુંદ્રાને ઝટકો લાગ્યો છે. કોર્ટે રાજ કુંદ્રાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે ગઇકાલે એટલે કે મંગળવારે થયેલી સુનાવણીમાં રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. મંગળવારે બોમ્બે હાઇકોર્ટે રાજ કુંદ્રાને તાત્કાલીક રાહત નહોતી આપી. પોર્નોગ્રાફી ફિલ્મોના નિર્માણ અને કેટલીક એપ્સ દ્વારા તેના પ્રસારના આરોપસર 19 જુલાઇએ કુંદ્રાની ધરપકડ કરાઇ હતી.
આજની સુનાવણીમાં કોર્ટે રાજ કુંદ્રાને ફટકો આપ્યો છે. મુંબઇની કોર્ટે રાજ કુંદ્રા તેમજ રાયન થોર્પની જમાન અરજી નામંજૂર કરી છે.
અગાઉ 27 જુલાઇની સુનાવણી દરમિયાન ક્રાઇમ બ્રાંચે કોર્ટને જણાવ્યું છે કે, રાજના ઘરમાંથી ઘણા મહત્વના પુરાવા મળી આવ્યા છે. ઘણા ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી હતી. જેની મદદથી ડેટા પાછો મળી રહ્યો છે. રાજના ઘરેથી હાર્ડડિસ્ક તેમજ મોબાઇલ મળ્યો છે.