Site icon Revoi.in

રજની ‘કાન્ટ’:, થલાઇવાએ રાજકારણને અલવિદા કહ્યું, હવે કરશે આ કામ

Social Share

નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતે અંતે રાજકારણને અલવિદા કહી દીધું છે અને પાર્ટીના પદાધિકારીઓની સાથેની બેઠક દરમિયાન કહ્યું હતું કે, હવે તેઓ ક્યારેય રાજકારણમાં પાછા નહીં આવે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓએ રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી અને રાજકારણમાં પાછા નહીં આવે તે વાત જણાવી હતી. સાથે જ તેમણે રજની મક્કલ મંદ્રમ પાર્ટીને પણ બંધ કરી દીધી છે. આ સંગઠન હવે રજની રસીગર નરપાની મંદરામના નામથી જનતાની મદદ કરશે તેવું તેમણે કહ્યું હતું.

રજની મક્કલ મંદ્રમ પાર્ટીને બંધ કરતા રજનીકાંતે કહ્યું હતું કે, ભવિષ્યમાં રાજનીતિમાં ફરી આવવાની મારી કોઇ ઇચ્છા નથી. હું રાજનીતિમાં હવે ફરી ક્યારેય સક્રિય નહીં થાવ. રજની મક્કલ મંદ્રમ પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક બાદ તેમણે આ નિર્ણય લીધો હતો.

અગાઉ ડિસેમ્બર 2020માં રજનીકાંતે રાજનીતિમાં ના આવવાનું એલાન કર્યું હતું. જો કે તે ફરીથી રાજનીતિમાં સક્રિય થશે તેવી અટકળો ખૂબ ચાલી રહી હતી જો કે હવે રજનીકાંતે નિવેદન આપીને આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.