- સરકાર અને ટ્વિટર વચ્ચે વિવાદ અંગે બોલ્યા રવિશંકર પ્રસાદ
- કોઇપણ પ્લેટફોર્મ બેન કરવાનો કોઇ ઇરાદો નથી
- પરંતુ નિયમ તો નિયમ હોય છે, તેથી પાલન કરવું આવશ્યક
નવી દિલ્હી: સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદ પર કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર સપૂર્ણપણે તટસ્થ છે. જો કોઇ દેશના પીએમ અને રાષ્ટ્રપતિ સહિત અડધી સરકાર ટ્વિટર પર હોય તો સ્પષ્ટ છે કે આપણે તટસ્થ છીએ. પરંતુ નિયમ તો નિયમ હોય છે.
ટ્વિટર વિરુદ્વ કાર્યવાહી કરવા અંગે જણાવ્યુ હતું કે, અમે કોઇપણ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી. પરંતુ તેણે કાયદાનું પાલન કરવું આવશ્યક છે.
રવિશંકરે ઉમેર્યું કે, “અમે નથી ઇચ્છતા કે તમામ સંદેશા ડિસક્રીપ્ટ કરવામાં આવે. આ મારા શબ્દો છે કે તમામ સામાન્ય વ્હોટ્સએપ યુઝર્સ માટે ચાલુ રાખવું જોઈએ. પરંતુ જો કોઈ પણ સામગ્રી વાયરલ થાય છે અને તેના કારણે મોબ લિંચિંગ, હુલ્લડો, હત્યા, કપડાં વિનાની મહિલાઓ અને બાળકોનું યૌન શોષણ તરફ દોરી જાય છે. આ મર્યાદિત કેટેગરીઝ અંગે તેમને પૂછવામાં આવશે કે આ દુ:સાહસ કોણે કર્યું છે. ”
જો એવો કોઇ સંદેશ આવે છે જે સરહદ પારથી આવ્યો છે, પરંતુ ભારતમાં કોણે તેની શરૂઆત કરી છે, તો આ બધી બાબતો પૂછવામાં આવશે. જે અંતે તો માત્ર લોકોના જ હિતમાં છે.
ખેડૂત આંદોલન દરમિયાન લાલ કિલ્લા પર આતંકીઓના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તલવાર બતાવવામાં આવી હતી. પોલીસ જવાન ઘાયલ થયા હતા અને ધક્કા મારેની ખાડામાં ધકેલી દીધા હતા. શું તે સમયે સ્વતંત્રતાની અભિવ્યક્તિ હતી?