- રાજ કુંદ્રાની ધરપકડનું સાચુ કારણ સામે આવ્યું
- 51 અશ્લીલ ફિલ્મનો થયો પર્દાફાશ
- મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે 48 TB ડેટા રિકવર કર્યો
નવી દિલ્હી: રાજ કુંદ્રાની મુશ્કેલી ઘટવાને બદલે સતત વધી રહી છે. શનિવારે રાજ કુંદ્રા પોર્નોગ્રાફી મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં બંને પક્ષોના વકીલે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે શનિવારે બોમ્બે હાઇકોર્ટને જાણ કરી કે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે 48 TB ડેટા રિકવર કર્યો છે, જેમાં બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો જપ્ત કરી છે. સાથે તેમણે રાજ કુંદ્રા અને રયાન થોરપેની ધરપકડનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વોટ્સએપ ચેટ અને ગ્રૂપને ડિલીટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે પૂરાવા નષ્ટ કરવામાં આવી રહ્યાં હતા. જેથી બંનેની ધરપકડ કરાઇ છે.
બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એકાઉન્ટન્ટે રાજ કુંદ્રાની ધરપકડના આગામી દિવસે ડેટા ડિલીટ કર્યો હતો. પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું કે, બંને એટલે કે રાજ કુંદ્રા અને રયાન થોરપે પર પોર્ન સ્ટ્રીમિંગ કન્ટનેન્ટના ગંભીર અપરાધનો આરોપ છે. પોલીસે ફોન અને સ્ટોરેજ ડિવાઇઝમાંથી કન્ટેન્ટ જપ્ત કર્યું છે. રાજ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી સાથે ઇમેલ સંદેશના માધ્યમથી વાત થઇ હતી. આ વાતચીત હોટશોટ એપને લઇને છે.
પોલીસને અશ્લીલ અને બોલ્ડ વીડિયો મળ્યા છે. સાથે ઘણા ગ્રાહકોથી પ્રાપ્ત ચુકવણીની જાણકારી અને રેકોર્ડ મળ્યા છે.
નોંધનીય છે કે, રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ હાલમાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી વિભિન્ન મીડિયા સંસ્તાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના પતિની ધરપકડ અને તેના સંબંધમાં ખોટી, દુર્ભાવનાપૂર્વ અને માનહારિકારક વાતો લખતા રોકવાની માંગ કરી હતી.