વધુ ટ્રાન્સમિસિબલ કોવિડ વેરિએન્ટ, ઓછી ઇમ્યુનિટી કોરોનાની ત્રીજી લહેર લાવી શકે: ડૉ. ગુલેરિયા
- ડૉ.ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે આપી ચેતવણી
- ઓછી ઇમ્યુનિટી, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ કોરોનાની ત્રીજી લહેર લાવી શકે
- સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, વેક્સિનેશનથી ત્રીજી લહેરને રોકી શકાય
નવી દિલ્હી: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ત્રીજી લહેર અંગે જણાવ્યું હતું કે, ઓછી રોગપ્રતિકારક શક્તિ, વધુ ટ્રાન્સમિસિબલ કોરોના વેરિએન્ટ તેમજ લોકડાઉનમાં રાહત કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે.
જો કે ત્રીજી લહેરને અટકાવવા અંગે તેમણે કહ્યું હતું કે, જો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે, માસ્કનો નિયમિતપણે ઉપયોગ કરાય તેમજ વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરને અટકાવી શકાય છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, કેટલાક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે પણ હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે. દેશમાં કોરોનાના નવા 41,806 કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર દેશમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા વધીને 3,09,87,880 થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને 4,32,041 થઇ ગઇ છે. કોરોનાને કારણે વધુ 581 લોકોના મોત થતાં અત્યાર સુધીનો મૃત્યુઅઆંક વધીને 4,11,989 થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં 2095 કેસોનો વધારો થયો છે.
મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,43,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 43,80,11,958 ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં 39.49 કરોડ લોકોને કોરોનાની વેક્સિન અપાઇ છે.