- પદ્મશ્રીથી સન્માનિત જાણીતા પત્રકાર-લેખિકા ફાતિમા આર જકારિયાનું નિધન
- થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો
- દિવંગત ડૉ. રફીક જકારિયાએ 1963માં એમએઈટીની સ્થાપના કરી હતી
નવી દિલ્હી: પ્રખ્યાત પત્રકાર તેમજ લેખિકા ફાતિમા આર જકારિયાનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. થોડા દિવસ પહેલા તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ ઓરંગાબાદ, મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારે મૌલાના આઝાદ કેમ્પસમાં તેમના સ્વર્ગીય પતિ ડૉ. રીફક જકારિયાની કબરની બાજુમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
તેમના વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ઇસ્લામિક વિદ્વાન સ્વર્ગીય ડૉ. રફીક જકારિયાના પત્ની ફાતિમા જકારિયા વર્તમાનમાં પ્રસિદ્વ એવી એક પત્રિકાના સંપાદક હતા. છેલ્લા થોડા વર્ષોથી તેઓ ઓરંગાબાદમાં રહીને પ્રતિષ્ઠિત મૌલાના આઝાદ એજ્યુકેશન ટ્રસ્ટનું કામ સંભાળી રહ્યા હતા.
METની કરી હતી સ્થાપના
પ્રમુખ કોંગ્રેસી નેતા સ્વર્ગીય ડૉ. રફીક જકારિયાએ 1963માં એમએઈટીની સ્થાપના કરી હતી. ફાતિમા જકારિયાએ પોતાના દિવંગત પતિના વારસાને આગળ વધાર્યો હતો અને આ શૈક્ષણિક સંસ્થાને બદલી નાખી હતી. તેમણે વિદેશી શિક્ષણ સંસ્થાઓ સાથે કોલાબ્રેટ કરીને તેને ભણવા માટેનું સર્વોત્તમ કેન્દ્ર બનાવ્યું હતું.
પદ્મશ્રીથી સન્માનિત
1983માં પત્રકારત્વમાં એકતા માટે ફાતિમા જકારિયાને સરોજિની નાયડુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે જ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉલ્લેખનીય કામ બદલ ભારત સરકારે 2006માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
(સંકેત)