Site icon Revoi.in

એક સાથે બે રાજ્યોમાં અનામતનો લાભ મેળવી ના શકાય: સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી: અનામત અંગેના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનામતનો લાભ એક સાથે બે રાજ્યમાં ના મળી શકે. અગાઉ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતુ કે, અનામતની કેટેગરીમાં આવનારી વ્યક્તિ બિહાર અથા ઝારખંડ કોઇપણ રાજ્યમાં અનામતનો લાભનો દાવો કરી શકે છે. જો કે નવેમ્બર 2000માં પુનર્ગઠન થયું તે બાદ બંને રાજ્યોમાં એક સાથે લાભ ન મેળવી શકે ન તો તેનો દાવો કરી શકે.

ઝારખંડના નિવાસી પંકજ કુમારે સુપ્રીમમાં અરજી કરી હતી. તેઓએ અગાઉના ચુકાદાને પડકાર્યો હતો. SC કેટગરીમાં આવતા પંકજ કુમારને હાઇકોર્ટે રાજ્યમાં સિવિલ સેવા પરીક્ષા 2007માં તેમને એ આધાર પર નિયુક્તિ આપવાથી ઇનકાર કરી દીધો હતો કે, તેઓનું સરનામુ જણાવે છે કે તેઓ બિહારના નિવાસી છે. જેને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, એ સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્યક્તિ બિહાર અથા તો ઝારખંડ એમ બેમાંથી કોઇ એક રાજ્યમાં જ અનામતનો લાભ મેળવવા પાત્ર છે કે દાવો કરી શકે છે.

બન્ને રાજ્યોમાં એક સાથે લાભ ન લઇ શકે ના તો તેનો દાવો કરી શકે છે. સાથે જ જે લોકો બિહારના નિવાસી છે તેમને ઝારખંડમાં દાવો કર્યા વગર સામાન્ય કેટેગરીમાં હિસ્સો લેવાની છુટ મળી છે. સાથે જ હાઇકોર્ટે આ સમગ્ર મામલે જે ચુકાદો આપ્યો હતો તેને રદ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો બન્ને રાજ્યોમાં એક સાથે અનામતનો લાભ આપવામાં આવશે તો તેનાથી બંધારણના આર્ટિકલ 341(1) અને 342(1)ની જોગવાઇઓનું ઉલ્લંઘન થશે.