- યુપી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ
- સંઘની બેઠકમાં ભાજપનો રોડમેપ તૈયાર થશે
- આ મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવશે
નવી દિલ્હી: યૂપીની વિધાનસભા ચૂંટણીમાં હજુ 8 મહિનાનો સમય બાકી હોવા છતાં તમામ રાજકીય પક્ષો હાલમાં અગાઉથી ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પીએમ મોદીએ 15 જુલાઇના રોજ વારાણસીથી મિશન યૂપીની શરૂઆત કરી હતી.
યૂપી ચૂંટણીને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સક્રિય છે. આજે સવારે 10 વાગ્યાથી યૂપીની રાજધાની લખનઉમાં સંઘની સમન્વય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ભાજપ સહિત સંઘના તમામ આનુસાંગિક સંગઠન ભાગ લઇ રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પણ આ બેઠકમાં સામેલ છે. સંઘના વરિષ્ઠ પદાધિકારી આ બેઠકમાં તમામ સંગઠનો સાથે ભાવિની રણનીતિ પર ચર્ચા કરશે.
સંઘની બેઠકમાં યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે. યૂપી સરકારના બંને ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને ડૉક્ટર દિનેશ શર્મા પણ હાજર રહેશે. યૂપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને યુપી ભાજપના સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ આ બેઠકમાં રોડમેપ પર ચર્ચા કરશે. યૂપી સરકારના કામકાજ તેમજ યોજનાઓની જાણકારી સંઘને આપવામાં આવશે.
સૂત્રો અનુસાર સંઘ અને ભાજપ યૂપી વિધાનસભા ચૂંટણી 2022ની રણનીતિ પર ચર્ચા કરશે. સંઘના તમામ આનુસાંગિક સંગઠન પોત પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે. ABVPથી માંડીને વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારી યૂપીને લઇને પોતાની તૈયારીઓ જણાવશે.
યૂપીના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થશે. યૂપીના રાજકારણમાં માનવામાં આવે છે કે આ બેઠકમાં સંઘ પોતાના ભવિષ્યની યોજનાઓની જાણકારી પણ તમામ સાથે શેર કરશે. દેશ અને પ્રદેશના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
પીએમ મોદી આ વર્ષે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કરી શકે છે. એટલે કે યૂપીમાં સોશિયલ એન્જિનિયરિંગ સાથે-સાથે વિકાસના મુદ્દાઓને લઇને ભાજપ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે.