- મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધ્યું
- BMCએ સંક્રમણને કાબૂમાં રાખવા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી
- જો એક બિલ્ડિંગમાં 5થી વધુ કોરોના કેસ હશે તો તે બિલ્ડિંગ હવે સીલ કરાશે
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી વધી રહ્યું છે ત્યારે બૃહદમુંબઇ મહાનગર પાલિકાએ ગુરુવારે વધતા કેસ વચ્ચે મુંબઇ માટે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. BMC કમિશનર આઇએસ ચહલે કહ્યું છે કે, જો એક બિલ્ડિંગમાં 5થી વધુ કોરોના દર્દીઓ મળી આવશે તો બિલ્ડિંગને સીલ કરાશે.
BMCએ જણાવ્યું કે, જે લોકો ઘરો પર ક્વારન્ટાઇન કરાયા છે, તેમના હાથની પાછળ સિક્કો મરાશે. તે સાથે જ ટ્રેનમાં પણ માસ્ક વિના મુસાફરી કરી રહેલા લોકો પર નજર રાખવા માટે 300 માર્શલ હાયર કરવામાં આવ્યા છે. તે સાથે જ વધારાના માર્શલ્સ મુંબઇમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા પર નજર રાખશે.
તે ઉપરાંત વેડિંગ હોલ, ક્લબ તેમજ રેસ્ટોરાં વગેરેમાં દરોડા પાડીને ચેક કરવામાં આવશે કે કેટલી કડકાઇપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. બ્રાઝિલથી આવનારા લોકોને ઇન્સ્ટિટ્યૂટશનલ ક્વારન્ટાઇનમાં મોકલવામાં આવશે. જ્યાં પણ કોરોનાના દર્દીઓ વધુ મળી રહ્યા છે ત્યાં ટેસ્ટની સંખ્યા વધારાશે.
મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસો નોંધાયા છે. જ્યારે 3 દર્દીઓના મોત થયા છે. તના કારણે બીએમસીની મુશ્કેલી વધી ગઈ છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ કેસ 3,15,751 સુધી પહોંચી ગયા છે, જ્યારે કે શહેરમાં અત્યાર સુધી 11,428 કોરોન દર્દીઓના મોત થયા છે.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં વધતા કોરોનાની અસરને જોતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી. રાજ્યના વિદર્ભ વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે.
(સંકેત)