- વાદળિયા વાતાવરણ સાથેના દિવસોમાં વધારો થતા સૌર ઉર્જા ઉત્પાદન પર અસર જોવા મળી
- એપ્રિલ અને મે મહિના દરમિયાન સૌર ઉર્જાનું ઉત્પાદન 15 ટકા સુધી ઘટ્યું
- એપ્રિલ અને મે મહિના દરમિયાન સૌર ઉર્જાનું ઉત્પાદન 15 ટકા સુધી ઘટ્યું
નવી દિલ્હી: દેશમાં સૌર ઉર્જા ઉત્પાદનમાં ઘટાડો થવા પામ્યો છે. વાદળિયા વાતાવરણ સાથેના દિવસોમાં વધારો થતા સૌર ઉર્જા ઉત્પાદન પર અસર જોવા મળી છે. વર્તમાન વર્ષના એપ્રિલ તથા મેમાં વાદળિયા વાતાવરણ ઉપરાંત મેમાં કમોસમી વરસાદે દેશના કેટલાક રાજ્યો જેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક તથા રાજસ્થાન જેવા સૌર ઊર્જાના ઊંચા ઉત્પાદક રાજ્યોમાં ઉત્પાદન પર અસર પડી હતી.
એપ્રિલ તથા મેની તુલનાએ વર્તમાન વર્ષના આ બે મહિનામાં આ રાજ્યોમાં સૌર ઊર્જા ઉત્પાદનમાં 7 થી 15 ટકા ઘટાડો થયો હતો. ક્લાયમેટ ચેન્જને કારણે તાજેતરના વર્ષોમાં કમોસમી વરસાદમાં થયેલા વધારાને કારણે સૌર ઊર્જા ઉત્પાદકોએ તેમના આયોજનમાં ફેરબદલ કરવાની આવશ્યકતા પડશે.
ભારતમાં સામાન્ય રીતે એપ્રિલ તથા મે મહિનો સૌર ઊર્જા ઉત્પાદન માટે એકદમ જ સાનુકૂળ ગણાતો હોય છે.
વેધશાળા વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 120 વર્ષમાં વર્તમાન વર્ષના મેમાં બીજી વખત સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. આ ઉપરાંત ઉપરાઉપરી બે વાવાઝોડાને કારણે પણ વિવિધ રાજ્યોમાં નોંધપાત્ર વરસાદ રહ્યો હતો. 15 ટકા સાથે સૌર ઊર્જા ઉત્પાદનમાં સૌથી વધુ અસર કર્ણાટકમાં જોવા મળી હતી.